________________
G
ભગવાનનું અભિનંદન કરતા, ભગવાનની સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા:
હે સમૃદ્ધિમાન ! તમારો જય થાઓ, હે કલ્યાણકારક ! તમે જય પામે, તમારું | કલ્યાણ થાઓ ! નિદૉષ એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા તું નહીં જિતાએલી ઇદ્રિને જિતી લેજે, જિતાએલા શ્રમણ ધર્મને પાળજે, વિદ્ગોને જિતી લઈને હે દેવ ! તું તારા સાધ્યની સિદ્ધિમાં સદા તત્પર રહેજે, તપ દ્વારા તું રાગ અને દ્વેષ નામના મલ્લને હણી નાખજે. ધૈર્યને મજબુત કચ્છ બાંધીને ઉત્તમ શુકલધ્યાન વડે આઠ કર્મશત્રુઓને મસળી નાખજે, અપ્રમત્ત બનીને હે વીર ! તું ત્રણલોકરૂપી રંગમંડપની મધ્યમાંજેવી રીતે એક મલ્લ બીજા મલ્લની સાથે અખાડામાં મલ્લયુદ્ધ કરીને વિજયપતાકા મેળવે તેવી રીતે, કર્મરૂપી શત્રુને જિતીને આરાધના રૂપી વિય પતાકાને ગ્રહણ કરજે, તિમિર—આવરણ વગરનું ઉત્તમ કેવલજ્ઞાન મેળવજે, જિનેશ્વર દેવોએ ઉપદેશેલા સરળ માર્ગને અનુસરીને તું પરમપદરૂપ મોક્ષને મેળવજે, પરીષહાની સેનાને હણીને હે ઉત્તમ ક્ષત્રિય ! ક્ષત્રિયનરપુંગવ ! તું જય જય–જેજેકાર મેળવ, બહુ દિવસે સુધી. બહુ પક્ષો સુધી, બહુ મહિનાઓ સુધી. બહુ ઋતુઓ સુધી, બહુ અયન સુધી-છ છે માસ પ્રમાણુ દક્ષિણાયન અને ઉત્તરાયણુ લક્ષણવાળાં ઘણાં અયને સુધી અને બહુ વર્ષો સુધી પરીષહ અને ઉપસર્ગોથી નિર્ભય બનીને, વિજળી અને સિંહ વગેરેના ભયંકર અને ભારે બિહામણા પ્રસંગોમાં ક્ષમાપ્રધાન થઈને તું વિચરજે અને તારા ધર્મમાં એટલે તારી સાધનામાં વિશ્ન ન
૩૧૮
Jain E
l
ational
For Private & Personal Use Only
brary.org