SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ઇ જ Jain Ed તરુણુ સ્ત્રી, હાથમાં સફેદ છત્ર પકડીને બેઠી હતી. ઇશાનખૂણામાં એક સ્ત્રી સંપૂર્ણ ભરેલા કળશ હાથમાં લઈને બેઠી હતી. અગ્નિખૂણામાં એક સ્ત્રી હાથમાં મણિમય પંખા લઇને ભદ્રાસન ઊપર બેઠી હતી. પછી નદિવર્ધનની આજ્ઞાથી તેના સેવાએ પાલખી ઉપાડી (જુએ ચિત્ર નં. ૧૩૪). પછી શકે તે પાલખીના દક્ષિણ તરફના ઊપરના છેડાને, ઈશાનંદ્રે ઉત્તર તરફના ઊપરના છેડાને ચમરેંદ્ર દક્ષિણ તરફના નીચેના છેડાને, અને બલિદ્રે ઉત્તર તરફના નીચેના છેડાને ઉપાડયો. વળી કુંડલા અને બીજા આભૂષણાથી રાભતા બાકી રહેલા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક ઇંદ્રો પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ કરતા અને દુંદુભી વગાડતા પોતપાતાની યોગ્યતા પ્રમાણે પાલખી ઊપાડવા લાગ્યા. પછી શદ્ર અને ઈશાનંદ્ર પાલખીના છેડા છેડી ને પ્રભુને ચામર વીંઝવા લાગ્યા. આવી રીતે પ્રભુ પાલખીમાં બેસીને ચાલ્યા, તે વખતે શરદઋતુમાં વિકસીત થએલા કમળા વડે જેમ પદ્મસરોવર શોભે, પ્રફુલ્લિત થએલું અલસીનું, કણેરનું, ચંપાનું અને તિલકનું વન શાબે, તેમ દેવાને લીધે સમગ્ર આકાશ મનેાહર રીતે શૈાભી રહ્યું, ચારે તરફ વાગી રહેલા નગારાં, નેાબત, ભંભા, વીણા, મૃદંગ, અને દુંદુભી વગેરે અનેક પ્રકારનાં વાજિંત્રોના નાદ આકાશ તળ અને ભૂતળ ઊપર પથરાઇ રહ્યો. વાજિંત્રોના કર્ણપ્રિય નાદ સાંભળી નગરવાસી નારીએ પોતપોતાનાં કામેા છેઊંડી ઊતાવળથી દોડતી દોડતી આવી, પ્રભુને નીરખવા માટે ઊભી રહી. કહ્યું પણ છે કે: For Private & Personal Use Only 20mational *** અઠ 313 library.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy