SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠ વૃષભ સમાન ! આપને જય હો ! હે ભગવાન ! આપ બંધ પામ-દીક્ષા સ્વીકારે. હે લોકનાથ ! સકળ જીવોને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવ! કારણ કે આ ધર્મતીર્થ સકળ લોકને સર્વ જીવોને હિત કરનારૂં થશે. સુખકારક તથા મોક્ષદાયક થશે.” શ્રમણ ભગવાન મહાવીરને પહેલાં પણ એટલે માનવી ગૃહરણ્યધર્મમાં આવતાં–વિવાહિત જીવનથી–પહેલાં પણ ઉત્તમ, આગિક, નાશ ન પામે એવું જ્ઞાનદર્શન હતું. તેથી શ્રમણ ભગવાન મહાવીર તે પિતાનાં ઉત્તમ આગિક જ્ઞાનદર્શનથી પોતાને નિષ્કમણુ કાળ એટલે પ્રવ્રયા સમય આવી પહોંચ્યું છે એમ જુએ છે, એ રીતે જોયા જાણ્યા પછી હિરણ્ય-રૂપાને તજી દઈને, સવર્ણને તજી દઈને, ધનને તજી દઈને, રાજ્યને તજી દઈને રાષ્ટ્રને તજી દઈને, એ જ પ્રમાણે સેનાને, વાહનને, ધનભંડારને, કોઠારને તજી દઈને. પુરને તજી દઈને, અંત:પુરને તજી દઈને, જનપદને તજી દઈને, બહાળાં ધન, કનક, રતન, મણિ, મોતી, શંખ, રાજપદ કે રાજાવર્ત, પરવાળાં, માણેક વગેરે સત્ત્વવાળું-સારવાળું એ તમામ દ્રવ્ય વિશેષ પ્રકારે તજી દઈને, પોતે નિમેલા દેનારાઓ દ્વારા એ તમામ ધનને ખુલું કરીને તે તમામને દાનરૂપે દેવાનો વિચાર કરીને અને પિતાના ગોત્રના લોકોમાં એ તમામ ધન, ધાન્ય, હિરણ્ય, રતન વગેરેને વહેંચી આપીને દીક્ષા લેવા નીકળ્યા. પ્રભુને દીક્ષા લેવામાં એક વર્ષ બાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું ૩૬ Jan Ed For Private & Personal Use Only brary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy