SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ક ખ્યા s , કશળ હોય તો બીજું બધું અમંગળ તો પોતાની મેળે શાંત થઈ જશે.” સખીઓએ આશ્વાસન આપતાં કહ્યું. સખીઓ ! જે મારા ગર્ભને કુશળ હોય તો બીજું અકુશળ જેવું મારા માટે આ દુનિયામાં છે જ શું ? '' એટલું કહેતામાં તો ત્રિશલા માતા મૂર્ણા ખાઈ ધરણી ઊપર ઢળી પડ્યાં. સખીઓએ શીતળ ઉપચાર કરી શુદ્ધિ પ્રાપ્ત કરાવી. શુદ્ધિમાં આવ્યા પછી પણ એ જ વિલાપ કરવા લાગ્યાં કે:-“ સમુદ્રમાં પાણી અગાધ ભર્યું હોય, રત્નને પણ તેમાં કાંઈ ટોટો ન હોય, છતાં કાણે ઘડો ન ભરાય એમાં સમુદ્રને શી રીતે દોષ દઈ શકાય? વસંતઋતુમાં સધળી વનસ્પતિ ખીલી નીકળે છે, ચારે બાજુ વનરાજી ફળ-ફુલ અને નવપલ્લવથી લચી પડે છે, માત્ર કેરડાનું વૃક્ષ જ એક એવું હોય છે કે જેને વસંતને સુંદર સુખાકારી પવન પણ પાંદડાં લાવી શકતો નથી, પણ તેમાં વસંતઋતુને દોષ કેણુ કાઢે ? ઉંચું એવું સુંદર વૃક્ષ ફળના ભારથી લચી પડેલું હોય. છતાં ઠીંગણ માણસ તેનું ફળ તોડવા શક્તિમાન ન થાય તેમાં વૃક્ષને દોષ કેશુ કરી કાઢે ? એવી જ રીતે હે પ્રભુ ! હું જે મારી ઇચ્છિત વસ્તુ નથી મેળવી શકી. તેમાં તમારો કેાઈને દોષ નથી. વસ્તુતઃ મારા કર્મો જ દોષ છે. દિવસે ઘુવડ જોઈ ન શકે તેમાં સૂર્યને નહિ પરંતુ ઘુવડને જ દોષ છે. હવે તો મને મરણ આવે તો શાંતિ થાય. આ નિષ્ફળ જીવવાથી શું અર્થ સરવાનો હતો.” કાંકરેજ PM TI પર જી wwwandibrary.org Jain Education For Private Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy