________________
તે વિલક્ષણપાઠકોને તેણે ઘણો આદરસત્કાર કર્યો એટલે તેમને પુષ્કળ શાલીચોખા વગેરે ભજનની વસ્તુઓ ભેટ આપી, ઊત્તમ પ્રકારનાં જાસુદ વગેરે ફુલો, વસ્ત્રો, સુગંધી દ્રવ્યો–ચૂ|. ગુથેલી ફલની માળાઓ, મુગટ વગેરે અલંકારો આપીને તેમને ભારે સત્કાર કર્યો સન્માન કર્યું. એમે સન્માન–સત્કાર કરીને તેણે તેમને આખી જીંદગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપીને તેણે તે લક્ષણપાઠકોને માનભરી વિદાય આપી.
પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય પિતાના સિંહાસન ઊપરથી ઊભું થાય છે, સિંહાસન ઊપરથી ઊભે થઈને, જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદા પાછળ બેઠેલા છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણે ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું :
“ હે દેવાનપ્રિયા ! રવપ્નશાસ્ત્રમાં સામાન્ય ફળ આપનારાં બેતાલીશ સ્વપ્ન કહ્યાં છે અને મહાફળ આપનારાં ત્રીશ સ્વપ્ન કહ્યાં છે, ત્યાંથી માંડીને “માંડલિક રાજા ગર્ભમાં આવેલો હોય ત્યારે તેની માતા એ ત્રીશ મહાસ્વપ્ન પૈકીનું ગમે તે એક મહારવપ્ન જોઈને જાગી જાય છે. ત્યાં સુધીની જે બધી હકીક્ત એ રવMલક્ષણપાઠકએ કહેલી હતી તે બધી ત્રિશલા ક્ષત્રિયાણીને કહી સંભળાવે છે. '
વળી. હે દેવાનુપ્રિયે ! તમે જે આ ચૌદ મહાસ્વપ્ન જેએલાં છે, “એ બધાં સ્વપ્નો ભારે મોટાં છે ત્યાંથી માંડીને ‘તમે ત્રણલકનો નાયક, ધર્મચક્રને પ્રવર્તાવનાર એવા જિન
For Private Personal Use Only
Daryo