________________
કાનમાં ધગધગતો સીસાને રસ રેડાવ્યો. આ કર્મથી ત્રિપૃષ્ઠ વાસુદેવે વીર પ્રભુના ભવમાં કાનમાં ખીલા ઠોકાવાનું કર્મ ઉપાર્જન કર્યું. આવી રીતે આ ભવમાં દુષ્કર્મો કરીને ત્યાંથી મૃત્યુ પામી ઓગણીશમા ભાવમાં સાતમી નરકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળીને વશમાં ભવમાં સિંહ થયા. ત્યાંથી મરીને એકવીશમા ભવમાં ચોથી નરકે ગયા. ત્યાંથી નીકળીને ઘણા ભ ભમીને બાવીશમાં ભવે મનુષ્યપણું પામ્યા. ત્યાં શુભકર્મ ઉપાર્જન કરીને તેવીશમા ભવે વિદેહક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજાની ધારિણી નામે રાણીની કુખે ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાળા પ્રિય મિત્ર નામના ચક્રવર્તી થયા. તેણે પાટિલાચાર્ય પાસે દીક્ષા લઈ એક કરોડ વર્ષ પર્યત સંયમ પાળી અંતે કાળ કરીને વશમાં ભવે મહાશુક દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં સત્તર સાગરોપમની રિથતિવાળા દેવ થયા. ત્યાંથી ચવીને પચીશમાં ભવે આ જ ભરતક્ષેત્રમાં છત્રિકા નામની નગરીમાં જિતશત્રુ નામના રાજાની ભદ્રા રાણીની કૂખે પચીશ લાખ વર્ષના આયુષ્યવાળા નંદન નામે પુત્ર થયા. તેણે ઘણુ વરસ રાજસુખ ભેગવી. વીશ લાખ વરસ વીતી ગયા પછી, રાજ્યનો ત્યાગ કરીને પાટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી નંદન મુનિએ અંદગી પર્યત મા ખમણો કરી વીશ સ્થાનકનું આરાધન કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. એક લાખ વર્ષ સુધી ચારિત્ર પાળીને, અંતે એક માસની સંખના કરીને કાળ કરીને છવ્વીસમા ભવે પ્રાણુત દેવલોકમાં પુષ્પત્તરાવર્તસક વિમાનમાં વીશ સાગરોપમની
Jan du
For Private & Personal Use Only
Www
orary.one