SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સૌધર્મેન્દ્રની જેમ ઈશાનેન્દ્ર પણ પાંચ રૂપ કરીને પ્રભુનો જન્માભિષેક મહોત્સવ કર્યો હતો, વૃષભના ચાર રૂપ કર્યા હતાં, અને વૃષભ સ્ફટિકના બનાવ્યા હતા. (પૃ ૫૪૨) શ્રાવકની દિનચર્યા નોંધપાત્ર છે ( ૫૪૨૩ - ૫૪૧૨ ) એક પ્રસંગે શ્રાવકના વિશેષણો આપ્યાં છે જેનાથી શ્રાવકો કેવા હોવા જોઈએ તેનો અંદાજ આવે છે (પૃ. ૮૭૩ ગા. ૭૧૯૬ - ૭૨૦૨ ) પ્રસ્તુત સંપાદન આટલા મુદ્દા સંક્ષેપમાં જોઈને હવે પ્રસ્તુત સંપાદની વાત ઉપર આવીએ. આજકાલ શ્રમણ વર્ગમાં સંસ્કૃત – પ્રાકૃત ભાષાના અધ્યયનની ગહનતામાં મોટી ઓટ આવેલી દેખાય છે. આખો પ્રવાહ પલટાયો છે, બહુલતાએ લોકસંપર્કના અતિરેકને કારણે વ્યાખ્યાનલક્ષિ અધ્યયન પ્રવર્તે છે. જે મુખ્યત્વે હળવું, છીછરું અને બહિર્મુખતાપર્યવસાયી જણાય છે. આવા વાતાવરણમાં એક નવયુવાન, પ્રવચન કુશળ, મુનિથી પ્રાચીન તેરમા, ચૌદમા સૈકાના તાડપત્ર ગ્રન્થની પ્રતિલિપિ કરે, પાઠભેદ નોંધે, પાઠ નિર્ણય કરે અને પરિશિષ્ટો વગેરે તૈયાર કરીને સંપાદિત ગ્રન્થ વર્તમાન વિદ્વજન સમૂહના કરકમલમાં મુકે તે અહોભાવ, આશ્ચર્ય, આનંદદાયક ઘટના છે. તાડપત્ર પોથીમાંથી બારહજાર લોકપ્રમાણ ગ્રન્થની પ્રતિલિપિ કરવી તેજ કાર્ય કેટલું દુષ્કર અને ધીરજની કસોટી કરે તેવું પરિશ્રમ સાધ્ય છે તે તો જેઓ એ કામ કરે છે તેને જ ખબર પડે છે. નદિ વધ્યા વિનાનાતિ....જેવું છે. આવું કઠોર પરિશ્રમનું કાર્ય કર્યા પછી તે ગ્રન્થને મુદ્રણ યોગ્ય બનાવવામાં પણ ખૂબ જહેમત લેવી પડે છે. અને જે તેમણે લીધી છે. મુનિરાજ શ્રી ધર્મધુરન્ધરવિજયજી મહારાજ, આચાર્ય . શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયના એક વિદ્યાવ્યવસાયી મુનિરત્ન છે. પરિશ્રમ તેમનો પર્યાય છે. વિદ્યાવ્યાસંગ તેમનો શ્વાસ છે. નમ્રતા તેમની શોભા છે.
SR No.600084
Book TitleSiri Santinaha Chariyam
Original Sutra AuthorDevchandasuri
AuthorDharmadhurandharsuri
PublisherB L Institute of Indology
Publication Year1996
Total Pages1016
LanguageSanskrit
ClassificationManuscript
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy