________________
પાંદડીઓ જેવી સુંવાળી એના હાથ અને પગની કોમળ અને ઉત્તમ આંગળીઓ છે. એની બને જાંધો ચડઊતર પ્રમાણે મોથના વળાંકની પેઠે ગોળ વળાંકવાળી છે, શરીર પુષ્ટ હોવાથી એના બને ઘુંટણ બહાર દેખાતા નથી, એના સાથળ ઉત્તમ હાથીની સૂંઢ જેવા પુષ્ટ છે તથા એણે કેડ ઉપર સોનાનો કંદોરો પહેરેલો છે એવી, એણીની કેડ કાંતિવાળા અને વિશાળ ઘેરાવાવાળી છે. જેણીનાં શરીર ઉપરનાં રુંવાટાં ઉત્તમ આંજણ, ભમરાનું ટોળું, મેઘનું જૂથ, એ બધા જેવાં શ્યામ તથા સીધાં, બરાબર સરખાં, આંતરા વિના લગોલગ ઉગેલાં, અતિશય પાતળાં, સુંદર મનોહર સૂવાળામાં સૂવાળા નરમ અને રમણીય છે, નાભિમંડળને લીધે જેણીનાં જઘન સુંદર વિશાળ અને સરસ લક્ષણવાળાં છે એવી, હથેળીમાં માઈ જાય તેવો પાતળો સુંદર ત્રિવલીવાળો જેણીનાં શરીરનો મધ્યભાગ છે એવી, અંગે અંગે વિવિધ મણિનાં, રતનનાં, પીળા સોનાનાં જેણીએ આભરણો અને ભૂષણો સજેલાં છે એવી, જેણીનાં સ્તનયુગલ ઝળહળતા છે, નિર્મળ કળશની સમાન ગોળ અને કઠણ છે, મોતીના હારથી તથા કંદ-મોગરા વગેરેનાં ફૂલોની માળાથી સજેલાં છે એવા વચ્ચે-વચ્ચે જ્યાં શોભે | ] ત્યાં પન્નાનાં નંગો જડેલાં હોઈને શોભાયમાન બનેલા તથા આંખોને ગમે તેવી રીતે મોતીનાં ઝુમખાં લટકતાં હોઈને વિશેષ
guઈ છે જી હા
)
www
.org