________________
ર૫ (૨) ગુલાબદાની (રાગ – ખમ્મા મારા નંદજીના લાલ) જમ્યા મારા જગત દયાળ, ઘેર ઘેર ઉત્સવ ઉજવિયા ઈણ તિથિ જગ સુખકાર, પશુ પંખી પણ સુખિયા. ઉર્વલકની આઠ દિકુમારિ, સુગંધ દ્રવ્યના થાળ ઘેરઘેર કરમાં રહીને કુસુમને વેરતી, વૃષ્ટિ કરે સુખકાર ઘેરઘેર
દર્પણધારી (રાગ - ધૂણી રે ધખાવી બેની “જેસલ તોરલ') ભક્તિ રે જગાવી હૈયે નાથ! તારા નામની એક તારા નામની નાથ! તારા નામની ભક્તિરે પૂર્વ રૂચકની દિશિ, કુમરીઓ આઠ આવે જિન મુખ જેવા કાજે, દર્પણ સાથે લાવે લગની લગાવી સૌએ, જિન-ગુણ-ગાનની ભક્તિરે સેવક છે અગણિત તારે મારે તું એક સ્વામી દિવ્ય દિપકનો પ્રભુજી! એક તું અંતર્યામી લાગશે લગની કયારે એક તારા નામની ભક્તિરે
૪ કળશ – (રાગ- ચાંદે ઉગ્યે ચેકમાં) સુરજ ઉગ્યે સોના કેરે, જિનવર જનમીયા હો ! સાહેલી...સાહેલી સહુએ મળીને આજ ઉત્સવ ઉજવીયે દક્ષિણ દિશાની આઠ કુમારી, કનક તણું કળશા કર ઝાલી દિકૂમારી લાગે મને હાર, જાવે ક્ષીર સમુદ્રને પાર સૂરજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org