SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના | ૨૫ || બલિદાન આપવા માટે વિચાર કરી એનું રક્ષણ કરવા માટે મને સેપ્યું. તે યુગલમાંથી રદન કરતી સ્ત્રી પોતાની ચક્રવાકીના | ભવથી માંડીને આત્મકથા બંદીજનને કહેવા લાગી. તે સાંભળી મને જાતિમરાન થયું. તેથી દયા લાવી એ યુગલને રાત્રે અટવીને છેડે ગ્રામની સમીપમાં હું મૂકી આવ્યું. પછી વૈરાગ્ય ઉત્પન્ન થતાં “પુરિમતાલ” નગરના “ શકટમુખ’ ઉદ્યાનમાં આવ્યું અને ત્યાં મુનિની પાસે મેં દીક્ષા લીધી. બાર વર્ષમાં નવ પૂર્વને અભ્યાસ કરી ગીતાર્થ થય અને અહિંયા આવી આજે તમને ઉપદેશ આપું છું. આ પ્રમાણે મુનિનું વૃત્તાન્ત સાંભળી અને પિતાને જીવિતદાન આપનાર આ મુનિ છે એમ જાણી અમેને પણ વૈરાગ્ય થયે. છેવટે એ મુનિની પાસે અમે બંનેએ રુદન કરતાં માતાપિતા અને બંધુજનને ત્યાગ કરી દીક્ષા લીધી. એ સાધુએ મને શ્રીચંદનબાળાનાં શિષ્યા સુત્રતા પ્રવત્તિનીને શિષ્યા તરીકે સોંપી. એ પછી મેં પ્રવત્તિનીની પાસે ગ્રહણ અને આસેવન એમ બંને પ્રકારની શિક્ષાને અભ્યાસ કર્યો અને ચરણકરણસિત્તરિની આરાધના કરવા માંડી. એમની સાથે વિહાર કરીને હું આ નગરમાં આવી છું અને આજ રોજ છડને પારણે ભિક્ષાર્થ તમારે ઘેર આવી છું. આ પ્રમાણેનું તરંગવતી સાળીનું જીવનચરિત્ર સાંભળીને શેઠાણીએ શ્રાવિકાનાં બારે વ્રત લીધાં, કેમકે તેઓ સર્વવિરતિરૂપ ચારિત્ર લેવા અસમર્થ હતાં. તરંગવતી ભિક્ષા ગ્રહણ કરી ઉપાશ્રયે આવ્યાં. પર્યન્ત ચારિત્ર નિમળ પ્રકારે પાળતાં એમને કેવલજ્ઞાન થયું અને અંતે તેઓ શિવપદને પામ્યા. એ જ પ્રમાણે પદ્યદેવ મુનિ પણ સિદ્ધ થયા. શેઠ, શેઠાણી, સાર્થવાહ અને ઉદયન રાજા વગેરે પણ ધર્મનું આરાધન કરી દેવલેકમાં ગયાં. સંપાદક, III ૨૫ II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600009
Book TitleTarangvaikaha
Original Sutra AuthorPadliptsuri, Nemichandrasuri
Author
PublisherJivanbhai Chotabhai Zaveri
Publication Year
Total Pages130
LanguageSanskrit
ClassificationManuscript
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy