________________
પૂજય આ, દેવશ્રી વિજય ભક્તિ સૂરીશ્વરજી મ. સા. ની જીવન જ્યોતિ ઉત્તર ગુજરાતમાં શ્રી શંખેશ્વર મહાતીર્થની સમીપમાં રહેલ સમી ગામ પૂજ્યશ્રીનું જન્મધામ હતું.
સં. ૧૯૨૯ ના આધિન શુક્લા અષ્ટમી એ પૂજ્યશ્રીને જન્મ દિવસ. માતાનું નામ હતુભાઈ, પિતાજીનું નામ વિસ્તાચંદભાઈ પૂજ્યશ્રીનું. સંસારી નામ મેહનભાઈ.
મેહનભાઈએ ઉપયોગી વ્યવડારિક કેળવણી સાથે સુંદર આચારલક્ષી ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. જેના પરિણામે ભર યૌવન વયે પૂ. ૧૦૦૮ આ. શ્રી વિ. ધર્મસૂરીશ્વરજી મ. સા. ના ચરણમાં જીવન સમર્પણ કર્યું. પાવતી પ્રવજ્યા પ્રાપ્ત કરી “મેહનલાલ” મટી મુનિ “ભક્તિવિજયી બન્યા.
ગુરુકુલવાસે રહી ન્યાય-વ્યાકરણ- સાહિત્ય સાથે સુંદર શાસ્ત્રાભ્યાસ કર્યો. સમતા અને સરળતા સાથે દેવ-ગુરુ ભક્તિ બળે અહંકારને ઓગાળી નાખ્યો.
શ્રી સંધની વિનંતિથી પૂ. આ. શ્રી ૧૦૦૮ વિ. વીરસૂરીશ્વરજી મ. સાહેબે સં. ૧૯૭૫ માં ગણિ-પંન્યાસપદે અને પૂ. આગાદ્વારકા આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાએ સં. ૧૯૯૨ માં આચાર્યપદે પ્રતિષ્ઠિત કર્યા.
આયંબીલતપના ઉત્કટ અનુરાગથી અનેક સ્થળે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી વર્ધમાન તપ આયંબીલ ખાતાની સ્થાપના થઈ. અનેક છરી પાળતા સંધે, ઉપધાન અને ઉદ્યાપન મહોત્સવ થયા. અનેકને પ્રતિબંધિત કરી સંયમ પ્રદાન કર્યું. અનેકને સંયમમાં સ્થિર કર્યો.
જીવનને તમય બનાવ્યું. વર્ષો સુધી લાગલાવટ ઓછામાં ઓછા એકાઢેણુ સુધી તપ કર્યો.
૮૫ વર્ષની વયે શ્રી શંખેશ્વર મહાતીર્થે સં. ૨૦૧૫ ના પોષ સુદ ત્રીજના ૧૨-૪૦ મિનિટ અતિદુર્લભ સમાધિને સુસાધ્ય બનાવી પૂજ્યશ્રીએ નશ્વર દેહનો ત્યાગ કર્યો.
વંદન હે...વચનસિદ્ધ મહાત્મા શ્રી ભકિતસૂરીશ્વરજી મહારાજને
Jain Education
nelibrary.org
D
For Private & Personal Use Only
onal