SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ वंदे श्री वीरमानन्दम् પ્રસ્તાવના સ્વર્ગીય પૂજ્ય ગુરૂવર્ય આચાર્ય શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી મહારાજ સાહેબને પ્રણમીને હું મારા ગત વર્ષના પંચાંગ સંબંધીના અનુભવો સમાજ સમક્ષ રજુ કરું છું. આ વિષયમાં રસ લેતા પૂ. આચાર્યાદિ મુનિવરો તથા વિદ્વાનોને હું રૂબરૂ તેમજ પંચાંગ દ્વારા પરોક્ષ રીતે મળ્યો છું. તેઓએ આ પંચગની મહત્તા સ્વીકારી મારા આ દિશાના શ્રમને પ્રોત્સાહન આપ્યું છે તે માટે હું સર્વને આભારી છું. આચાર્ય શ્રીમાન મહેન્દ્રસૂરિજી મહારાજને પરિચય-આ પંચાંગનું નામ શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ રાખવાનું કારણ અહીં બતાવવું જોઈએ. આ આચાર્ય દીલ્હીના બાદશાહ ફીરોજશાહ તઘલખના મુખ્ય ગણુક હત્તા. જેનોમાં ખગોળ શાસ્ત્રના પ્રાણુરૂપ મહાપુરૂષોના આ એક મહાપુરૂષે ખગોળ વિદ્યાનો અદ્વિતીય એવો યંત્રરાજ નામે ગ્રંથ શકે ૧૨૯૨ એટલે વીર સંવત ૧૮૯૭ વિક્રમ સંવત ૧૪૭ માં લખી સમાજ ઉપર ચિર સ્થાયી ઉપકાર ર્યો છે, એની સાબિતી રૂપે એટલું જ કહીશ કે આજ પર્યત પણ આ ગ્રંથ જયપુર અને બનારસની સંસ્કૃત કેલેજોમાં ઉચ્ચ કેટિનું ભાન ધરાવે છે. એટલે કે જોતિષાચાર્યની પરીક્ષામાં પાઠવ્ય પુરતક તરીકે ચાલે છે. આથી વિશેષ મહત્તા કોઈ પણ ગ્રંથની શું હોઈ શકે? આ મહાપુરૂષના શિષ્ય રત્ન શ્રી મલયચન્દ્રસૂરિજી મહારાજે ઉપરોક્ત ગ્રંથ ઉપર વિદ્વત્તાપૂર્ણ ટીકા રચીને સમાજ ઉપર અનહદ ઉપકાર કર્યો છે. વિશેષતઃ જયપુર સ્થાપિત મહારાજ * શ્રી જયસિંહજીએ પણ તે જ ગ્રંથ ઉપર વિદ્વત્તાપૂર્ણ કારિકા રચી ગ્રંથના મૌલિક વિષયનો વિસ્તારપૂર્વક સ્ફોટ કરી જયપુર, ઉજજૈન, બનારસ, દિલ્હી વગેરે સ્થળોએ વેધશાળા દ્વારા આ યંત્રરાજ ગ્રંથની પ્રત્યક્ષતા સાબિત કરી બતાવી છે. તદુપરાંત બનારસના તિરન પંડિત શ્રી સુધાકર દિવેદીએ પણુ યંત્રરાજ ઉપર ટીપણુ રચી ગ્રંથની સર્વમાન્યતા સાબિત કરી છે. આ પંચાંગમાં તિયિ વગેરેનું ગણિત આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના યંત્રરાજ ગ્રંથમાં બતાવેલ પદ્ધતિ પ્રમાણે કરેલ હોવાથી આ ૫ગામનું નામ શ્રી શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ રાખવામાં આવ્યું છે. પ્રાચીન કાળમાં સમય માપવા માટે ઘટીપાત્ર વપરાતાં હતાં અને તેથી પંચગિોમાં ઘડી પળમાં સમય અપાતે હતો તે યેગ્ય જ હતું. પણ હાલમાં તો બધે ઘડીઆળ જ વપરાય છે, અને તેથી પ્રચલિત અન્ય પંચાંગનો ઉપયોગ કરવો હોય તો તેમાં આપેલી ઘડી, પળના કલાક મિનિટ કરી, તેને સૂર્યોદયના કલાક મિનિટમાં ઉમેરવાથી ઘડીઆળ વખત મળે છે, આ અગવડ અને મહેનત ટાળવા માટે આ આખું પંચાંગ કલાક મિનિટમાં આપ્યું છે. પંચાંગમાં ટાઇમ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે. કારણ કે રેલવે, તાર, ટપાલ વગેરેને લીધે આ ટાઇમ આખા હિન્દુસ્તાનમાં પ્રચલિત છે, તેથી આ પંચાંગ આ ખા હિંદુસ્તાનમાં એક સરખું ઉપવેગી થઈ પડશે. રેલવેની માફક બપોરના ૧-૨ થી રાતના ૧૨ સુધીના કલાકને ૧૩-૧૪ થી ૨૭ સુધીના કલાક ગણ્યા છે; ફરીથી રાતના બાર વાગ્યાથી બે કલાક ગણીને નવી તારીખ ગણી છે. ૧-૨ વગેરે કલાકે તે તારીખના સૂર્યોદયની પહેલાંને સમય બતાવે છે, તે બરાબર ધ્યાનમાં રાખવું. કિરણવક્રીભવનને લીધે સૂર્યોદય અને સૂર્યાસ્ત ગણિતગત સમય કરતાં લગભગ ૨ મિનિટ વહેલે સૂર્યોદય દેખાય છે. અને એ જ પ્રમાણે ગણિતાગત સમય કરતાં ૨ મિનિટ મોડ (વધારે) સૂર્યાસ્ત દેખાય છે. આ સંસ્કાર (કિરણવક્રીભવન) આ પંચાંગમાં આપેલ હોવાથી સૂર્યની સાયન મેષ અને સૂર્યની સાયન તુલા સંક્રાંતિ વખતે દિનમાન (૧૨ ક. ૦ મિ. હોવા છત) ૧૨ ક. ૫ મિનિટ આપ્યું છે. તેવી જ રીતે દરેક દિનમાન ગણિતગત (દિનમાન) કરતાં ૫ મિનિટ વધારે લખવામાં આવ્યું છે, તે બરાબર છે, લગ્ન કાઢવા માટે તથા ઈષ્ટ ઘડી સાધના માટે આ પંચાંગમાં આપેલ સૂર્યોદયમાં રા મિનિટ ઉમેરવી જોઈએ. પંચાંગની સમજણ-પંચાંગના કાઠામાં (પૃ. ૧૮) પ્રથમ ખાનામાં આપેલ આ મુંબઈ સૂર્યોદય સમયે પ્રવર્તમાન તિથિને છે ત્યારબાદ વાર અને અંગ્રેજી તારીખ આપેલ છે. જેથી તિથિ, વાર અને તારીખ એક સાથે જોઈ શકાય. પછી તિથિ (અક્ષરમાં અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. ત્યાર બાદ નક્ષત્ર (અક્ષરમાં) અને તેની સાથે તેને [ જુના પંચાંગની બાંધેલી ફાઇલોની જાહેર ખબર પાછળ જુઓ!
SR No.546334
Book TitleMahendra Jain Panchang 1968 1969 1970
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1970
Total Pages98
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy