SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ - આર્થિક સ્થિતિમાં સુધારો થશે, દેશના આંતરીક ભાગોમાં વિચાર વિનિમય -%ારા ઘર્ષણ ઓછું થશે, કાવ્ય રસીકતા, સંગીત મોજશેખ અને સૌંદર્ય પ્રસાધનોમાં દ્રવ્યનું રોકાણ વધશે. ચલિત કંડલી ૬ હ. ૭ કે. સ, શ. ને. બુ ૧૨ શ રાજ | * ૧૧ ચલિત કુંડલીની સમજણ:-જન્મ કુંડલી એ સ્થલ કુંડલી હોઈ દરેક ભાવનું યોગ્ય ફલાદેશ સમજવા માટે ચલિત કુંડલીની જરૂર હોય છે. પૂર્વ ક્ષિતિજ પર જ્યારે નવીન વર્ષના ઉદય સમયે મેષ લગ્ન છે અને તેજ સમયે મધ્યાન્હ પર કુંભ રાશિને ૧૫ મો અંશ અર્થાત દશમ બિંદુ પર કુંભ રાશિ છે. તે જ પ્રમાણે તે બન્નેના ગણિત દ્વારા સરખા વિભાગ બનાવતાં પહેલા ભાવમાં મેષ રાશિ ૨૬ અંશે છે. બીજા ભાવની સધીમાં જ વૃષભ રાશિ હોઈ બીજા ભાવે મિથુન રાશિ ૪ અંશે છે. ત્રીજા -ભાવે કર્ક રાશિ ૮ અ શે હેવાથી વર્ષ કુંડલીમાં ચતુર્થમાં દેખાતો ગુરુ કર્ક રાશિ ત્રીજે જવાથી ચલિતમાં ગુરૂ પણ ત્રીજે છે તે જ રીતે ચતુર્થ ભાવમાં સિંહ રાશિ ૧૫ અંશે હોવાથી મંગળ બુટો પણ ચતુર્થ સ્થાને આવે. પાંચમે કન્યા રાશિ ૮ અંશે અને હર્ષલ પાંચમે છેડે તુલા રાશિ ૨ અંશે હોઈ સાતમે પણ તુલા રાશિ ૨૬ અંશે હાઈ સૂર્ય, ચંદ્ર શુક નેપચ્ચન કેતુ સાતમે જ રહે છે વૃશ્ચિક રાશિ સાતમાં અને આઠમાના સંધીમાં હાઈ બુધ વૃશ્ચિકને પણ સાતમે રહે છે. દશમ બિંદુ પર કુંભ રાશિ ૧૫ અંશે હેઈ તેની સંધીમાં ૨૬ મે અંસ છે જેથી શનિ કુંભને[ ટa ૨૯ અંશે વક્રી હોવાથી ચલિતમાં ૧૧ મે રહે છે. ગ્રહો ચલિતમાં સ્થાન પરિવર્તન કરે પરંતુ રાશિ હોય તેજ રહે છે. સ્થાનમાં રાશિઓ ગણિતને લીધે બદલાય છે જ્યારે સ્થલ કુંડલીમાં ક્રમવાર આંકડા મુકાય છે અર્થાત કુંડલીએ સ્થલ હોઈ ચલિત કુંડલી સુક્ષ્મ લાદેશ માટે યોગ્ય હોઈ તે પ્રમાણે જ આ લેખ લખાય છે તે રીતે સમજવા પ્રયત્ન કરવો. - તૃતિયેશ બુધ આઠમે હેઈ ચલિતમાં સાતમે છે જેથી પરદેશ સાથેના સંબંધ, ટપાલ, ટેલીફન વર્તમાન પત્રો લેખન કળા, પ્રકાશને વ્યાપાર ઉદ્યોગમાં એકંદરે પ્રગતિ થઈ મિત્રનું વર્તુળ વધશે. ' ગુરૂ ત્રીજે ઉચ્ચને હેવાથી પરદેશ સાથેના સંબંધે અને વ્યાપારમાં સુધારો થશે. સમાજમાં ધાર્મિક વૃત્તિ, સંસ્કાર સુવિચાર અને શિક્ષણ પ્રથામાં સુધારા થઈ જનતાને પ્રસન્નતા મળશે. ચતુર્થમાં મંગળ બુટનું મીલન દેશના સ્વાસ્થ માટે સારૂ ન હોઈ ધરતીકંપ, અગ્નિ,કેપ, અતિરવિગ્રહ હડતાલે કિંવા મોટા વાહન વ્યવહારના અકસ્માતથી દેશને અને જનતાને નુકસાન સહન કરવો પડશે. હોસ્પિતાલમાં અને મકાનની તંગીનજરે પડતી રહેશે. ખાણોમાં સ્ફોટાને ભય ઉભો થશે. ખેતીવાડી માટે કરેલા શ્રમ પ્રમાણે તેનું વળતર મળવું મુશ્કેલ હોઈ જનતામાં નિરાશા વધશે. - પંચમેશ સાતમે હોવાથી શિક્ષણ ક્ષેત્રે નવા નવા વિકાસ અને વિદ્યાથીઓમાં શિક્ષણ પ્રત્યેની ભાવના વધી વ્યાપાર, કળા અને પુસ્તકે વર્તમાન પત્રો લેખન પ્રકાશન વધતું રહે અને તેના કાચા માલના ભાવો વધે. ગેસ અને તેને લગતું સાહિત્ય વિકસતું રહે. શત્રુપતિ સામે હોવાથી અવધક તત્વની પ્રબળતા વધશે. વ્યાપારી વર્ગ હેરાન થશે બુદ્ધિમાન વર્ગ સંગઠન કરી પોતાનું બળ વધારશે. નવા નવા રોગો પર નિયંત્રણ આવે તેવી દવાઓ શોધી જનતાનું હીત કરવા સંશોધકે પ્રયાસ કરે. સાતમસ્થાને સૂ ચં. કે. બુ. ને વેગ હોવાથી દેશના શત્રુઓ નવા નવા વિરોધી અખતરા કરવા છતાં યશસ્વી થશે નહિ. સંરક્ષણ પ્રવૃત્તિઓ
SR No.546332
Book TitleMahendra Jain Panchang 1966 1967 1968
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1968
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy