________________
મહિનાનું હવામાન ઘણું જ સારું રહેશે, લેક સુખાકારી ઉત્તમ રહી
ત્ર આનંદ રહેશે, સહચાર જોતાં આ મહિનામાં વેપારી બજારમાં બને તથી સારી વધષટ થશે. વેપાર સારો ચાલશે. વેપારી વર્ગને આનંદ થશે. સુદમાં લાલ વસ્તુઓ તથા નાણુકીય બજારમાં તેજી રહેશે. વદમાં પણ થોડી ઘણી ચઢ-ઉતર રહેશે છતાં તેને વસ્તુઓની પ્રાપ્તિ સહેલાઇથી થવાથી તેમજ નાણાકીય છૂટના કારણે કેદી જાતના કષ્ટને અનુભવ નહિ થાય, નવરાત્રીના દિવસેમાં વાદળાં થવાનો સંભવ છે. દિવાળી પર્વે ઉપર કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ અભાવ રહેશે. શારદાપૂજન માટે લાંબે સમય મળે છે, સ્વાતિ સાથે અમાસને વેગ રહે છે. આ બધાં સુભ લક્ષણો છે, અને સૌ સારું જેનું છેવટ સારૂં તેમ સં. ૨૦૨૩ ને આ પાછલે ભાગ સારે બની સમગ્ર વર્ષના ફળમાં સુગંધ ફેલાવી દે છે.
ઉપસંહાર આ વર્ષમાં ફલપ્રાપ્તિ માટે નીચે પ્રમાણેને અભિપ્રાય બંધાય છે.
વર્ષના બે ભાગ પાડી શકાય છે. કારતકથી ફાગણ અને ચૈત્રથી આસો સુધી.
પ્રથમ ભાગમાં પ્રચારનું ખરાબ ફળ મળે છે. આ સમય દરમ્યાન વસ્તુઓની પ્રાપ્તિ કષ્ટથી થશે. લેકેની શારીરિક તથા માનસિક દુર્બળતા વધી જશે. લુચ્ચાઈ તથા ચાલાકીભર્યું વાતાવરણ રહેશે. મકવાએ જોરદાર રહેશે સેનાપતિઓને નાશ થશે (યુદ્ધ સિવાય પણ સેનાપતિ વગે માટે સમય ધાતક છે) કારતક અને માગશરમાં ખાણ ખેરાકીની ચીજોમાં સખ્ત માંધવારી રહેશે. લેકે ઘરવખરી વેચવા લલચાય અગર અણુછાજતાં કૃત્ય કરવા પ્રેરાય તે કઠણુ સમય માલુમ પડશે.
આ આખા સમય દરમ્યાન સેનું ચાંદી કાપડ સુતર ખેતી અને નાણાંની લેવડ-દેવડમાં ખૂબ જ દગાબાજી રહેશે. દાણચોરી, છેતરપિંડી ઈત્યાદિ બનાવે મોટા પ્રમાણમાં રહેશે. (બનશે).
ઉત્તરાધ એટલે ચૈત્રથી આસો સુધીને સમય ઉત્તરોત્તર સુધરતે જશે લેકેની મનોવૃત્તિ બદલાશે, હવામાન બળપ્રદ અને આશા ભરેલું રહેશે.
ચોમાસામાં વરસાદ સારો થશે કેટલીક જગ્યાએ વધારે પડતે પણ થસે. [૨૧ ડાંગર જેવા પાક વધારે સારા પ્રમાણમાં થશે. ચોમાસું પાક પણે જ સારો થશે. ઢોરઢાંખર અને મનુષ્યનાં પણ કાળજાં કરતાં જશે, શાંતિ સ્થપાતી જશે. - ભારત વર્ષમાં ઉત્તરના પ્રદેશમાં નેપાળ ભૂતાન ને વિસ્તાર અને કાશ્મીર ગઢવાલ હિમાચળ પ્રદેશ આસામમાં કઈ કઈ જગ્યાએ ભયંકર હેનારત થશે. હિંદુકુશ પર્વતવાળા અને કાબુલ તથા તિબેટની સરહદમાં કઈ પ્રાંતનું વિલિનીકરણ (ધ્વસ) થઈ જશે.
ભારતના પશ્ચિમ કિનારા ઉપરના પ્રદેશોમાં ( સિંધ, બલુચિસ્તાન અને ખઈબધાટના ભાગમાં) પશુઓને નાશ થઈ જશે. લશ્કરી હિલચાલ વધશે અને પ્રજાને ત્રાસ થશે..
મધ્ય પ્રાંતમાં (માળવામાં ) ઉપદ્રવ થવાનો સંભવ છે અને તે પ્રદેશમાં પેદા થતાં ફોતરાવાળાં ધાન્ય (ચણા કાંગ ઈત્યાદિ ચીજો)માં તેજીના કારણે સામાન્ય જનસમુદાયને ધણી પીડા થશે.
દક્ષિણના પ્રાન્તમાં સામાન્ય તેના સિવાય શાંતિ રહેશે.
ભારત બહારના દેશમાં અમેરિકા માટે આ વર્ષ સારું નથી. મોટા માણુ (રાજદારી પુરૂષ )ને માથે મૃત્યુને વિશેષ ભય રહેશે. ખાસ કરીને ઉત્તર અમેરિકા અને પૃથ્વીના પૂર્વ ગોળાર્ધમાં ૬૬ થી ઉપરના શીત કટીબંધના પ્રદેશમાં કુદરતી હોનારતે નડશે.
યુદ્ધને દેવતા લગભગ શાંતિ ભણી વળેલું રહેશે. (જો કે દુનિયાના કઈ એક પ્રદેશમાં તેની હાજરીની યાદ આપતો જ રહે છે છતાં ) વિશ્વ ઉપરથી યુદ્ધ દૂર થતું જાય છે, તેમ લાગશે.
ભારત વર્ષમાંથી લાંબા સમય માટે દુકાળ દૂર થતા જાય છે. એટલે સં. ૨૦૨૩ ની સાલ તેના પાક્લા ભાગમાં આ સારા યોગને ધરાવનાર હોવાથી સારા સમયને આરંભ તેના ઉત્તરાર્ધમાં થવાનું માન ખાટી જાય છે. આમ સંવત ૨૦૨૩ ની સાલમાં અગત્યનું ફળ સજાય છે.
લેખકઃ પં. હિંમતરામ મહાશંકર જાની જયોતિષાચાર્ય