SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૨૦૧૩નું રાશિ ભવિષ્યફળ લેખક: લક્ષ્મીશંકર ગીરજાશંકર ત્રિવેદી એમ. એ. (તિષ શાસ્ત્ર સાથે) કે : શાહપુર-વરતાઘેલજીની પોળ-અમદાવાદ, મેષ રાશિ-(અ, લ, ઈ) અક્ષરથી શરૂ થતા નામવાળા માટે સંવત ૨૦૨૩ ની સાલમાં મહત્વને પ્રહ ભ્રમણમાં ફેરફાર નેધી રાખવા જે એ છે કે હવે આજ વર્ષમાં તા. ૨૦-૧૨-૬૬ થી તમારે શનિની સાડા સાતી નિયમીત ચાલું થાય છે. બીજુ’ વર્ષની શરૂઆતથી રાહુ તો જન્મ રાશિ ઉપર જ ભ્રમણ કરે છે અને વર્ષની શરૂઆતમાં ગુરૂ ૪ થે બિમણુ કરશે. તે તા. ૧૪–૯-૬૭ થી ૫ મે થશે. એટલે વર્ષની શરૂઆતમાં છેડે સમયે માત્ર શનિ સારો છે. જ્યારે અંતમાં માત્ર ગુરુ બ્રમણ સારું રહેશે બાકી ત્રણે મોટા ચહાનું ભ્રમણ સારૂ ન ગણાય. આમ હોવાથી આ રાશિવાળાઓ વર્ષ શરૂઆતથી સારા સમયમાં પિતાનું અંદાજપત્ર અને વ્યવહારીક તેમજ ધંધાકીય પલાનીંગ કરી દેવાની જરૂર છે આ વર્ષ માટે કઈ નવું જાહસ કરવાનો વિચાર ન કરશે. નહિતર મધ્ય ભાગમાં તમારા ઉપર આવતા કુદરતી અંતરાયો તમારા ગયા વર્ષના આનંદ. અને ઉત્સાહને ઓછા કરી નાખશે. વર્ષની શરૂઆતમાં નાણાકીય સ્થીતિ સંગીન જણાશે પણું ધીમે ધીમે આવકનું પ્રમાણ ઘટશે અને જેમનો જન્મ શનિ સારો હશે તેમને પણ આવકનું પ્રમાણ વધતું તે અટકશે અને વ્યયનું પ્રમાણ વધતું જશે, તેમને કુટુંબીક ઉપાધીનો ઉમેરો થશે. એટલે મન ઉપરને બેજે એવે વધશે કે તે તેમને નવી પ્રગતીમાં રૂકાવટ કરશે એટલું જ નહિ પણ ચાલુ કામ ધંધાને પણ સરળતાપૂર્વક નહિ ચાલવા દે. ઘરમાં સ્ત્રીને માંદગી અને સંતાનોની પ્રગતી સંબંધી ચિંતા આ મુખ્ય માનસીક જ્ઞાનના વિષય હશે. - આ રાશિની સ્ત્રીઓએ મન ઉપર મોટો કાબુ રાખવાની જરૂર છે. સંસારની લીલી સુકી હવામાંથી પસાર થતાં કરેલે બબડાટ કાઈ ગણકારવાનું નથી કે તેમનું તે માનસીક દુઃખ કઈ દવાથી દૂર થવાનું નથી. આ રાશિના ઘાથી એબે વર્ષની શરૂઆતથે તે સખત મહેનત [૭પ કરવાની જરૂર છે કારણ કે તમે ધારશે તેના કે તાં , ' કા નું પામ કંઈક ન્યુન આવવાનું છે. એટલું જ કે જેને વર્ષને આખરમાં ઓકટોમ્બરમાં બેસવાનું હોય તે સારી આશા રાખી શકે છે. વર્ષની શરૂઆતમાં તા ૨૩ મી ડીસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તે ધંધાકીય ક્ષેત્રે સારી જણાશે પરંતુ અન્ય ઉપાધીને લીધે માનસીક પરિતાપ રહેવાનો. તા. ૨૩ મી ડીસેમ્બરથી રાહુની દિનદશા શરૂ થશે તે પોતાની કંઈક યોજનાઓને અસ્તવ્યસ્ત કરશે. નોકરીઆતેને બદલી થવાને વેગ છે. તેની સાથે ગુપ્ત શત્રુઓ પણ ઉભા થવાના જે હમણું તે કાંઈ નહિ કરી શકે પણ તમારી ભૂલનો આગળ ઉપર લાભ ઉઠાવી તમને હેરાન કરશે. - તા. ૪ થી ફેબ્રુઆરીથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં નોકરી ધંધે સારે ચાલે પરંતુ ઘરમાં સ્વજનો સાથે મતભેદ વધે. ખર્ચ પણ જરા વધવાનું. - તા. ૧૪ મી એ કીલથી સૂર્યની દિનદશા શરૂ થશે તે કઈ વડીલની માંદગી સૂચવે છે. મગજ ઉપર કામને બે તેમ કુટુંબીક કરજનો બે વધે જેથી નવી પ્રગતી માટે ઉત્સાહ ઓછો થઈ જાય. તા થી મે થી ચંદ્રની દિનદશા શરૂ થશે તેમાં તંદુરસ્તી તરફ વધુ લક્ષ આપવા જેવું છે, માનસીક પરિતાપની માઠી અસર શરીર ઉપર થવા ભય છે, બાકી ધંધા પરત્વે સમય સારે છે તેમ કંઈક શુભ સમાચાર પણ સાંભળવા મળે. સંતાનોને માટે આ દશા સારી પ્રગતી સૂચવે છે, તા ૨૫ મી જુનથી મંગળની દિનદશા શરૂ થશે તેમાં કોઈ જાતનું નવું સાહસ ખેડતાં ખાસ સંભાળવું અથવા મુલતવી રાખવું. ચાલુ ધંધા પરત્વે વખત સારે છે. તા ૨૫ જુલાઈથી બુધની દિનદશા શરૂ થશે તે તેમાં સંતાન તરફ વધુ લક્ષ આપવું પડે. આ રાશિના વિદ્યાથીઓને પોતાના અભ્યાસમાં કઈ અંતરાય નડે. પણ નુકશાન નહિ થાય. તા ૧ મી સપ્ટેમ્બરથી શનિની દિનદશા સારૂ થશે તેમાં કામકાજની પદ્ધતીમાં થોડો ફેર કરવો પડે અને તેમ કરવાથી જ અનુકુળતા પણુ વધશે.
SR No.546332
Book TitleMahendra Jain Panchang 1966 1967 1968
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1968
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy