________________
ભાશામાં
એ
ક
જીવશે તે જ
સંવત-વીર સંવત-પ્રભુ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણુથી શરૂ થયેલ છે. તે કાર્તિક સુદ ૧ થી શરૂ થાય છે. વિક્રમ સંવત-ગુજરાત કાઠીયાવાડ આદિ દેશમાં કાર્તિક સુદ ૧ થી, ઉત્તર હિંદુસ્તાનમાં ચૈત્ર સુદ ૧ થી તથા કચ્છ આદિ દેશમાં આષાડ સુદ ૧ થી શરૂ થાય છે. શક સંવત ચૈત્ર સુદ ૧ થી શરૂ થાય છે. તે દક્ષિણ દેશમાં વધુ પ્રચલિત છે.
અયન-તા. ૨૧ જુને દક્ષિણાયન શરૂ થાય છે. અને તા. ૨૨ મી ડીસેમ્બરે ઉત્તરાયન શરૂ થાય છે. તા. ૨૧ મી જુને મોટામાં મોટો દિવસ હોય છે. અને તા. ૨૨ મી ડિસેમ્બરે નાનામાં નાનો દિવસ હોય છે.
ઋતુઓની સમજ-સાયન મીન ને સાયન મેષને સુર્ય=વસંત ઋતુ, સાયન વૃષભ ને સાયન મિથુનનો સૂર્ય =ગ્રીષ્મઋતુ; સાયન કક ને સાયન સિંહને સૂર્ય વર્ષા ઋતુ, સાયન કન્યા ને સાયન તુલાને સૂર્ય શરદ
તુ, સાયન વૃશ્ચિક ને સાયન ધનુને સૂર્ય હેમંત ઋતુ; સાયન મકર ને સાયન કુંભને સૂર્ય શિશિર ઋતુ.
તિથિઓનાં નામ-૧ પ્રતિપદા, ૨ દ્વિતીયા, ૩ તૃતીયા, ૪ ચતુર્થી, ૫ પંચમી, ૬ ષષ્ઠી, ૭ સપ્તમ, ૮ અષ્ટમી, ૯ નવમી, ૧૦ દશમી, ૧૧ એકાદશી. ૧૨ દ્વાદશી, ૧૩ ત્રયોદશી, ૧૪ ચતુર્દશી, ૧૫ પૂર્ણિમા, ૩૦ અમાવાસ્યા.
નક્ષત્રોનાં નામ-૧ અશ્વિની, ૨ ભરણી, ૩ કૃતિકા, ૪ રોહિણી, ૫ મૃગશીર્ષ, ૬ આદ્ર, ૭ પુનર્વસુ ૮ પુષ, ૯ આલેષા, ૧૦ મધા, ૧૧ પૂર્વાફાલ્ગની, ૧૨ ઉત્તરાફાલ્ગની, ૧૩ હસ્ત, ૧૪ ચિત્રા, ૧૫ સ્વાતિ, ૧૬ વિશાખા, ૧૭ અનુરાધા, ૧૮ જ્યેષ્ઠા, ૧૯ મૂલ, ૨૦ પૂર્વાષાઢા, ૨૧ ઉત્તરાષાઢા, ૨૨ શ્રવણ, ૨૩ ધનિષ્ઠા, ૨૪ શતભિષા, ૨૫ પૂર્વાભાદ્રપદ, ૨૬ ઉત્તરાભાદ્રપદ, ૨૭ રેવતી...
ગોનાં નામ-૧ વિષ્કભ, ૨ પ્રીતિ, ૩ આયુષ્યમાન, ૪ સૌભાગ્ય, ૫ શોભન, ૬ અતિગડ, છ સુકમ, ૮ ધૃતિ, ૯ શૂલ, ૧૦ ગંડ, ૧૧ વૃદ્ધિ, ૧૨ ધૃવ, ૧૩ વ્યાધાત, ૧૪ હર્ષણ, ૧૫ વજ, ૧૬ સિદ્ધિ, ૧૭ વ્યતિપાત, ૧૮ વરિયાન ૧૯ પરિધ, ૨૦ શિવ, ૨૧ સિદ્ધ, ૨૨ સધ્ય, ૨૩ શુભ, ૨૪ શુકલ, ૨૫ બ્રહ્મ, ૨૬ ઍ, ૨૩ વૈધતિ.
કરણનાં નામ-૧ બવ, ૨ બાલવ, ૩ કોલવ, ૪ તૈતિલ, ૫ ગર, ૬ વણિજ, છ વિષ્ટિ, (ભદ્રા); આ સાત કરણ ચર છે. ૧ શકુનિ, ૨ ચતુષ્પદ,
૩નાગ, ૪ કિમ્બુન, આ ચાર કરણ સ્થિર છે. તિથિના અર્ધ ભાગને કરણ કહે ૩ છે. આ અગિઆર કરણામાં ૧ વિષ્ટિ (ભદ્રા) કરણુ અશુભ(વન્ય) છે. બાકીનાં કરણો શુભ છે. સંક્રાંતિના શુભાશુભ ફળ જોવામાં પણ કરણ ઉપગી છે.
રાશિઓનાં નામ-૧ મેષ, ૨ વૃષભ, 8 મિથુન, Yકર્ક, ૫ સિંહ, ૬ કન્યા, છ તુલા, ૮ વૃશ્ચિક, ૯ ધન, ૧૦ મકર, ૧ કુંભ, ૧૨ મીન. સૂર્યદધોતિથિ-ધન ને મીન સંક્રાંતિ બીજ. મિથુન ને કન્યા સંક્રાંતિ આમ
વૃષભ ને કુંભ , ચોથ. સિંહ ને વૃશ્ચિક , દશમ
મેષ ને કક , છઠ, તુલા ને મકર , બારસ ચંદ્રદગ્ધા તિથિ-કુંભ ને ધન રાશીમાં બીજ, મકર ને મીન રાશીમાં
આઠમ; મેષ ને મિથુન રાશીમાં ચોથ, વૃષભ ને કર્ક રાશીમાં દશમ, તુલા ને સિંહ રાશીમાં છા, વૃશ્ચિક ને
કન્યા રાશીમાં બારસ. દધા તિથિનું ફળ-શૌરેડ વૌરનું prશે તુ તા
થાણુ મri યાત્રા કાટા નિરર્થક્રાઃ | ભાવાર્થ-દગ્ધા તિથિને દિવસે લૌર કરવાથી કુષ્ઠ રોગ, નવું વસ્ત્ર પહેરવાથી દુઃખ સ્થિતિ, નવા ઘરમાં પ્રવેશ કરવાથી શૂન્યતા, નવું શસ્ત્ર ધારણ કરવાથી મરણ અને યાત્રા, ખેતી તથા વિવાહ કરવાથી તે નિષ્ફળ જાય છે.
નક્ષત્રોની સંજ્ઞા-ચર-ચલ-સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, લધુ ક્ષિપ્ર-હસ્ત, અભિજીત, પુષ્ય, અશ્વિની. મૃદુ-મૈત્ર મૃગશીર્ષ, અનુરાધા, ચિત્રા, રેવતી, ધ્રુવ-સ્થિર-ઉત્તરાફાશુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રોહિણી, દારૂણ-તીક્ષણ-અશ્લેષા, મૂલ, આદ્ર, જયેષ્ઠા. મુર-ઉઝ-ભરણી, મઘા, પૂર્વાફાલ્યુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, મિશ્ર-સાધારણ-વિશાખા, કૃતિકા. कुर्यात् प्रयाण लघुभिश्चरैश्च मृदु धुवैः शांतिकमाजिमुत्रैः । व्याधिप्रतिकारमुशन्ति तीक्ष्णेमिश्रेश्च मिश्रं विधिमामनन्ति
ભાવાર્થ-લઘુ તથા ચલ નક્ષત્રમાં પ્રયાણ; મૃદુ તથા ધ્રુવ નક્ષત્રમાં શાંતિકાય; કુર-ઉગ્ર નક્ષત્રમાં યુદ્ધ; તીક્ષ્ણ નક્ષત્રમાં વ્યાધિને ઉપાય અને મિશ્ર નક્ષત્રમાં મિશ્રકાર્ય કરવામાં આવે છે.