________________
૭૪ ] ચમકના વપરાશ મેટા પ્રમાણમાં વધશે. મધ, દૂધ રબર અને પારાનું ઉત્પાદન વધશે. શાસ્ત્રોક્તિ છે કે જ્યારે વર્ષ પ્રવેશ કાળે કન્યાલન હેય, ત્યારે તે શાબ્દમાં પૂર્વ દિશામાં જનતા જનાર્દન સુખી થાય છે. ઘી, લેખાંડ, ચોપડમાં મોંઘારત વરતાય છે. દક્ષિણ દિશામાં પ્લેગ, કોલેરા જેવા ચેપી રોગ ફેલાય છે. બંગાળમાં જનતા દુઃખી થાય છે. ઉત્તર પશ્ચિમ દિશામાં રાજકારણમાં કલુષિત બને છે. છતાં ચીજ વસ્તુની છત રહે છે. પૂર્વ દિશામાં પશુ ધનની વૃદ્ધિ થાય છે. મધ્ય પ્રાંતમાં જનતામાં પક્ષાપક્ષ વચ્ચે ગજગ્રાહ વધે છે, તેફાને, મારામારી, ટંટા બખેડા થાય છે. ઘી, લખંડ, ચોપડની સેવારત અને છત રહે છે.
ટૂંકમાં જે વર્ષમાં લગ્નેશ લગ્ન રાશિમાં હોય છે, તે વર્ષ તક્લીફ આવવા છતાં, તેમાંથી આગળ વધવાની તકેવાળું નીવડે છે.
સવિતાનારાયણને આદ્રમાં પ્રવેશ તા. ૨૨-૬-૬૩ સવારે ૮-૪૮ વાગે. શા. શિકાન્દ ૧૮૮૫ વિ. સં. ૨૦૧૯ આષાઢ સુદી પ્રતિપદા શનિવાર, આદ્રા નક્ષત્ર, વૃદ્ધિયોગ, બવકરણ.
આ મહાનક્ષત્રમાં સૂર્ય પ્રવેશ દિવસે પાપવારે, પાપગ્રહના ચંદ્ર નક્ષત્ર આમાં જ થાય છે. લગ્ન પર ગુરૂની પૂર્ણ દૃષ્ટિ છે. સૂર્ય ચંદ્ર લગ્નથી બારમી રાશી રહેલ હેઈ, પૂર્વ ક્ષિતિજ પર કર્ક રાશિને ૨૨ મો અંશ ઉદય પામે છે. લગ્નબિંદુની આસપાસ પાપગ્રહનું જોર છે અને લગ્નને પણ વગતિનો શનિ જોઈ રહેલ છે. ૪ થા ભાવમાં જળતત્વને કારક નેપમ્યુન વક્રગતિમાં રહેલ છે. દશમ ભાવના અંત ભાવમાં બુધ, શુક્ર રહેલ હોઈ તે ભાવ છોડવાની તૈયારીમાં છે. આથી કરીને નિરૂત્ય, ઈશાન, અને વાયવ્યકેશુના ભૂભાગમાં અતિવૃષ્ટિ પૂર્વ દિશામાં, પૂર્વ દિશામાં ગાજવીજ સાથે બહુ ઝડપી ગતિના વાયુના વંટોળથી બહુ નુકશાન સાથે પ્રથમ વૃષ્ટિ થાય અને પાછતર વૃષ્ટિને અભાવ અને સુકામાણું અનુભવાય. પશ્ચિમ દિશામાં હવામાન ભેજવાળું અને આકાશ વાદળાથી છવાએલ રહેલ પણ વરસાદની કમતરતા જણાશે. દક્ષિણ દિશામાં અવારનવાર મૂશળધાર વરસાદ પડે.
શુભ ગ્રહ પાતાલ નાડીઓમાં અને પાપગ્રહ ઉર્વ સજલ નાડીઓમાં આદ્ધ પ્રવેશકાળે હોવાથી આધિભૌતિક કાર પરત્વે વરસાદની નિયમિતતા
નહિ સચવાતાં, જ્યાં પારો ત્યાં ગાંડાતૂર થઈને પડતાં નદી, નાળાં ઉભરાઈ જવાથી રેલ સંકટ અને વાહનવ્યવહારમાં ખલેલ ઉભી થશે અને બીજી તરફ નહિ પડે, ત્યાં ઉકળાટ, વાવટાળ, ગાજવીજના ઝડપી તેફા થઈને સુકામણુની-દુષ્કાળની પરિસ્થિતિ રહેશે. અદ્ધમાં સૂર્ય પ્રવેશ કાળે ચંદ્ર પણ આર્કા નક્ષત્રમાં હોવાથી કેટલાક ભૂભાગોમાં હવામાન ભેજવાળું આકાશ વાદળાથી છવાએલ રહેવા છતાં વરસાદની ખેંચ જણાશે. કયી દિશાના ભૂભા- ગામ આવી પરિસ્થિતિ અનુભવાશે, તે ઉપર જણાવી ગણે છે.
સૂર્ય આજ કુંડળી સાયન કર્ક રાશિ પ્રવેશ કાળની કુંડળી પણુ ગણું શકાય, કેમકે સૂર્ય સાયન કક'માં પ્રવેશ તા. ૨૨-૬-૬૩ ના રોજ ૮-૩૪ વાગે થાય છે. આમ ૧૪ મિનિટનો ફક્ત ફરક હોવાથી ખાસ ફેરફાર થતા નથી, આ રોગને સવિતાનારાયણ દક્ષિણાયન પ્રવેશ કાળની કુંડળી પણ કહેવામાં આવે છે. - સવિતાનારાયણ દક્ષિણાયન પ્રવેશ તા. ૨૨–૬–' ૩ શનિવાર ૮-૩૪ વાગે વિ. સં. ૨૦૧૯ અષાડ સુદી પડવે, આદ્ર નક્ષત્ર, વૃદ્ધિગ, બવકરણ.
યોગ, સ્વર, તંત્ર, મંત્ર, યશ યાગાદિકમાં નિયન રાશિના પ્રચારનીજ ઉપયોગીતા યથાર્થ લેખવામાં આવી છે. ચંદ્ર, જીવ મનને કારક છે. સૂર્ય આત્માન કારક છે. યોગ અને સ્વર શાસ્ત્રોમાંથી જાણવા મળે છે કે જે સમયે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ થાય, તે દિવસે પ્રભાતકાળે તન, મન, ધનનું તંદુરસ્તીપણું ઈછનાર ચંદ્ર નાડીઓમાંથી જ (એટલે ડાબા નસકોરામાંથી) શ્વાસની પ્રક્રિયા ચાલતી હોય ત્યારેજ પ્રાત:કાળે આ ત્યાગ કરવો, ડાબા પડખાથી પથારીમાં ઉડીને તેજ બાજુની જમીન પર ડાબે પગ સાત વાર
અડકાડે. આમ કરવાથી એક વર્ષ સુધી કોઈ જાતના વ્યાધિથી શરીર દુઃખ પામતું નથી. કક સક્રાંતિ બેઠાથી ત્રણ દિવસમાં જે આ પ્રમાણે ચંદ્ર સ્વર ન ચાલે, એક તરફી સૂર્ય વર ચાલતું રહે છે તેવી વ્યક્તિનું મૃત્યુ એક વર્ષમાં થાય છે. હવે જેમને આ શાસ્ત્રોક્ત વિધિની પરીક્ષા કરવી હોય તે સાયને કર્ક રાશિ અને નિરયન કર્ક રાશિમાં સૂર્ય પ્રવેશકાળે કરી જુવે.
કર્ક રાશિ અને તેને ત્રીજે દ્રાણ પ્રવેશ કાળે પૂર્વ ક્ષિતિજ પર