________________
૭૨] મોજું ફરી વળે. અતિ વૃષ્ટિ, તે કેટલાક ભાગોમાં સુકામણ જેવી પરિસ્થિતિ અનુભવાયા છતાં પણ પ્રજામાં સંતોષની લાગણી પ્રવર્તે. આશ્વિન માસમાં રસકસના ભાવ ઊંચા જાય. ઘઉંની ખેતીને લાયક વરસાદ સારી રીતે ઘઉં ઉત્પાદનવાળા વિસ્તારોમાં થાય, કાર્તિકથી પાંચ મહીના લગભગ બધાં જ મુખ્ય બજારમાં મંધારત વર્તાય. છતાં ધઉંના પાકની સારી ખબરોથી તેના બજાર ટકેલ જણાય. !
- વર્તમાન પંચાંગકારની ગણના મુજબ વિષ્ણુ વિંશતિના સાચા વિશ્વદેવ ચેથા વિશ્વદેવ યુગને બીજો શોભન સંવત્સર શકાબ્દ ૧૮૮૫ માટે અને વિ. સં. ૨૦૧૯ માટે ત્રીજી રૂદ્રવિંશતિના બીજા દ્ધિયુગને ત્રીજે આનંદ નામક સંવત્સર પ્રવર્તશે. તેનાં ફળ નીચે મુજબ છે. ક્યી , ગણુના વાસ્તવિક છે. તે વાંચક વગ. તિષશાસ્ત્રના રસિકોને સમજાય, તેટલા ખાતર અહીં બતાવવામાં આવે છે.
શેભન–સંવત્સર સ્વામિ શુક્ર છે તેમાં શાસકવર્ગ અને પ્રજાગણું સુખી સંતોષી સમય પસાર કરે છે. ધંધા રોજગારની પ્રવૃત્તિ વધે છે. વરસાદ પુષ્કળ થાય છે. ચૈત્ર, વૈશાખ ક્ટ મહિનાઓમાં અન્નાદિક પદાર્થોની સેવારત રહે છે. રાજકીય ક્ષેત્રે ઉત્પાત, વર્ગ વિગ્રહ પ્રવર્તે છે. અષાડમાં ઓછી વૃષ્ટિ અને વરસાદની ખેંચ જણાય છે. શ્રાવણ અને ભાદ્રપદ અતિ વૃષ્ટિ થાય છે. પ્રજાની જાનમાલની હાનિ થાય છે, આધિનમાં સંધારત રહીને, ચીજ વસ્તુની છુટ સારી રહે છે. છતાં રાજકીય ક્ષેત્રે અશાંત પરિસ્થિતિ વર્તાય છે.
આનંદ--સંવત્સરને સ્વામિ ગુરૂ છે. આ વરસમાં અતિ વૃષ્ટિ થવા છતાં પણ પાકની ઉત્પાદન શક્તિ સારી રહેવાથી સોંઘારત અને છત રહે છે. ચૈત્ર વૈશાખમાં સેવારત રહે છે. જ્યષ્ટ અવાડમાં અતિ વૃષ્ટિ થાય છે. નવું નાણું શરૂ થાય છે. શ્રાવણમાં પણ અતિ વૃષ્ટિ થાય છે. ભાદ્રપદમાં ખંડ વૃષ્ટિ થતાં વરસાદ ઓછો થવા લાગે છે. ઘઉં, જવ મેંઘા થાય છે. આધિનમાં ઘઉં જવની છુટ રહે છે. લગભગ બધા જ રસ કસ અને અનાજના બજારે વધઘટ વગર શાંત પડી રહે છે. ધાતુ પદાર્થના ભાવો ઉંચા નીચા જાય છે. કાર્તિકમાં એકાએક ભયજનક વાતાવરણ ઉદ્દભવે છે, અને
અનુભવાય છે. તેથી જનતા દુઃખી થાય છે. માર્ગશીર્ષમાં જનતા દક્ષિણ દિશામાં પર્યટન વધુ કરે છે. પિષ-માધમાં માવઠું થઈ કરાને વરસાદ પડે. છે. અનાજની પરિસ્થિતિ છતવાળી બને છે ફાળુનમાં પાછી અનાજ બજારોમાં ભાવ સુધારો જણાય છે.
' સવિતા નારાયણનું મેષ રાશિમાં પ્રવેશ. તા. ૧૪-૪-૬ ૩ (પ-૪૦ વાગે હિં. ટ. ) શનિવાર, જયેષ્ઠા નક્ષત્ર, વરીયાન યોગ, તૈતિલ કરણ. ' મેષ રાશિમાં સૂર્ય પ્રવેશ કાળની (તા. ૧૪-૪-૬૩) કુંડળીમાં મીન. રાશિને ૨૪ મો અંશ ઉદય પામે છે. તેના આરંભે ગુરૂ ૯ અંશે રહેલ છે. અષ્ટગ્રહી યુગની કુંડળીમાં મીનરાશિ ૩ જા ભુવનમાં છે. અષ્ટપ્રહી
ગની કુંડળીની લગ્ન રાશિ ધન હોઈ, ભારતની સ્થિર રાશી કુંડળીના ૪ થા ભાવમાં તે આવે છે, અને આ કુંડળી (તા. ૧૪-૪-૬૩) માં દશમ ભાવ ઉપર આવે છે. અષ્ટગ્રહી કેગના દેહભાવમાં રહેલ અષ્ટપ્રહાનું ફળ શા. શકાબૂ ૧૮૮૫ માં પૂર જોશમાં અનુભવાશે. એમ આ પરિસ્થિતિ ઉપરથી જાણી શકાય છે. રાહુનું ભ્રમણ તે ગત શાબ્દ ૧૮૮૪ ના અંતિમ ભાગમાં થઈ ગયું છે, અને તેના અશુભ ફળને અનુભવ થઈ ચુક્યો છે, લગ્નેશ ગુરૂ મીન રાશિમાં હોવા છતાં, ૧૨ મે રહેલ છે, અને લગ્ન પર શનિની પૂર્ણ દૃષ્ટિ છે. મીન રાશિને સ્વામિ વરૂણ (નેપચુન) પણ ગણાય. છે, જેના પર પણ શનિની પૂર્ણ દષ્ટિ છે. શનિ સ્વગૃહી છે ગુરૂ સ્વગૃહી છે, તેથી આવનારી તકલીફનું નિવારણ પણ થઈ શકશે, અને આગળ - પ્રવૃતિ તરફ કૂચ ચાલુ રહેશે. પણ ગતિ મંદ રહેશે. કેતુ લાભસ્થાને હોવા છતાં ભાવ અંશબદ્ધ કુંડળીમાં દશમાં ભૂવનમાં છે. આ સ્થિતિ 'રાષ્ટ્રના સુત્ર સંચાલકો માટે વિડંબનાઓ ઉપસ્થિત કરનાર છે. વ્યાપાર ક્ષેત્ર પંચમ ભુવનમાં રાહુ મંગળ રહેલ છે. રાહુ-મંગળ આમ તે ભાવ અંશબદ્ધ કુંડળીમાં ચતુર્થ ભૂવનમાં પડેલ છે. તે ધરતીકંપ, પાકને નાશ અતિ વૃષ્ટિ, અનાવૃષ્ટિ ખનીજ દ્રવ્યોનાં ઉત્પાદનમાં મેટો ઘટાડે, અને તે કારણે રાષ્ટ્રની. ઉત્પાદન શકિતમાં હાસ અને આર્થિક સંકડામણુ ઉત્પન્ન કરનાર જણાય છે. મંગળ ધન ભાવ અને ભાગ્યભાવ નવમા ભૂવનને માલીક થઈને તેની નિબળ રાશિમાં રહેલ હોઈ, શનિના પ્રતિગમાંથી પસાર થવાનું છે, તેથી.