________________
૧૧૬ ] કુંભ: કુંભ રાશિવાળા (ગ, સ, અક્ષરેથી શરૂ થતા નામવાળા ) માટે શનીની મેટી પનોતી ચાલુ છે તેમ છતાં ગુરુ રાહુ સારા છે તે તમને તમારા કામમાં એક યા બીજી રીતે સાનુકૂળતા કરી આપશે. એટલું જ કે આ રાશિવાળાએ આળસ અને નિરાશાને દૂર કરી ખંતથી કામે લાગી જવાની જરૂર છે, પિતાની માન પ્રતિષ્ઠા જળવાશે કે કેમ તે ભયથી સાહસ કરવામાં ખચકાવાની જરાયે જરૂર નથી. યશ સાથે ધન મળે તે યોગ છે. પણ તે તણે માટે. આ રાશિના બાળકો અને વૃદ્ધોને તે માંદગીમાંથી પસાર થવું પડશે આ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ ઘણું સારું છે. પરીક્ષાનું પરિણામ તમારા લાભમાં આ પશે.
તા. ૬ ઠી ડીસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તેમાં તમારા કામકાજમાં સફળતા અને યશ મળે તેથી ફુલાવાની કે અભિમાન કરવાની જરુર , નથી. નહિતર બે દુશ્મન વધારે ઉભા થશે. વાણીમાં બહુ સંયમ રાખીને વર્તો.
તા. ૬ ઠી ડીસેમ્બરથી શુક્રની દિનદશા શરુ થશે તે તમારી સુખ સમૃદ્ધિમાં વધારો કરનારી છે તેમાં ધન અને અધિકાર વધે. કુટુંબમાં પણ કાંઈ શુભ વા માંગલીક પ્રસંગ બને. વ્યય પણ વધુ થવા છતાં તેની મન પર માઠી અસર નહિ થાય.
તા. ૧૩ ફેબ્રુઆરીથી સૂર્યની દિનદશા શરુ થશે. તેમાં હાથ નીચેના માણમાં પિતાની સારી છાપ પડે. તેમ નોકર ચાકર જેવા માણસે દ્વારા પિતાનું ધાર્યું કરાવી શકે. કેટલાકને તે યુક્તી પ્રયુક્તી વાપરવાનું પણ મન થાય. પણ તે આગળ ઉપર પ્રગતીમાં અંતરાય રૂપ થશે.
તા. ૫ મી માર્ચથી ચંદ્રની દિનદશા શરુ થશે. તેમાં ધનની આવક કરતાં અનિચ્છાએ વ્યય વધુ કરવો પડે. કોઈની સાથે કોર્ટ કયામાં ઉતરવું પડે તે ના નહિ માટે સ્વભાવમાં બહુ ખામોશ રાખીને વર્તવાની જરૂર છે.
તા. ૨૪ એપ્રીલથી મંગળની દિનદશા શરૂ થશે તેમાં ભાંડુ વગ સંબંધી થોડી ઉપાધી આવે. ધંધામાં તે નવું સાહસ ખેડવાને મન લલચાય પરંતુ જો જરાયે ભૂલ ખાધી તે ચાલુ ધંધામાં પણ અંતરાય ઉમે કરી બેસશે. માટે સમયને બેટા સાહસમાં વેડફી ન નાખતાં સદુપગ કરતાં
શીખો ને ચાલુ ધંધાની જમાવટ કરો, વિદ્યાર્થીઓએ પણ પારકા ઉપર ભરોસે ન રાખતાં જાત મહેનત કરી લેવા જેવો સમય છે.
તા. ૨૩મી મેથી બુધની દિનદશા શરૂ થશે. તે તમારા તમામ કામકાજમાં કુદરતી સાનુકૂળતા કરી આપે. ધનાગમ પણ સારો થાય. માત્ર અંતમાં સંતાન કે સ્ત્રીની તબીયત બગડવાનો ભય છે.
તા. ૨૧ મી જુલાઈથી શનિની દિનદશા શરૂ થશે. તેમાં તમે કોઈની સાથે મિથ્યા આવેશ કે અભિમાનમાં ખેટો ઝઘડે કરી બેસે તેવું છે માટે સંભાથળશે. ધંધામાં પણ જરા મંદતા જણાશે.
૨૭ મી ઓગષ્ટથી ગુરૂની દિનદશા શરુ થશે તેમાં તંદુરસ્તી જરા અસ્વસ્થ રહે, બાકી સામાન્ય સુખમય સમય પસાર થશે.
મીન રાશિ : મીન રાશિવાળા (દ, ચ, ઝ, થ) અક્ષરથી શરુ થતા નામવાળા માટે આ સાલની શરુઆતમાં ગુરુ ૧૨ મે વ્યય ભાવમાંથી બમણું કરશે. પરંતુ તા. ૭મી માર્ચથી તે પહેલે થશે. શનિ તે સારાયે વર્ષ દરમ્યાન સારો છે. રાહુ સારો ન ગણાય. તેથી એકંદર વર્ષની શરૂઆતમાં જરા ખર્ચનું પ્રમાણ વધારે રહે. મુસાફરી દોડધામ વધુ થાય. સંતાને વારંવાર ચિંતાને વિષય થઈ પડે. આ ઉપરાંત આ રાશિના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં બહુ નિયમીત રહેવાની જરૂર છે. નહિતર ખરા વખતે પસ્તાવું પડે. તેમના ટાઈમ ટેબલ બેટા પડી જશે અને કંઈક કુદરતી બનાવો તેમને અંતરાય ૨૫ નડશે. ધંધાદારી વ્યક્તીઓ માટે તે વર્ષને ઉતરાર્ધ સારો જશે તેઓને ધનાગમ સારે થશે તેમ ધંધામાં પ્રગતી પણ સારી થશે. એટલું જ કે આ રાશિવાળાએ નવેમ્બર, ફેબ્રુ, માર્ચ માસમાં મુસાફરી દરમ્યાન ખાસ સંભાળવું.
વર્ષની શરુઆતમાં ૨૪ મી નવેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેમાં સંતાનને કારણે વ્યય વિશેષ કરવો પડે. ધધો પણ સંતોષકારક ન ચાલે, તેમ પિતાને માનસીક ગ્લાની જેવું રહે. તે તા. ૨૪ નવેમ્બરથી રાહુની દિનદશા શરુ થશે. તે સમય સ્થાવરને લગતા કામકાજ ઉકેલવા માટે સારો ગણાય. ધનાગમ પણ ઠીક થશે. પરંતુ કામકાજમાં આવતા અંતરાયોને સરળતાથી દૂર કરી શકાશે.