SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ] મંત્રીનું ફળ–રાજા મંગળ અને મંત્રી શનિ હોવાથી શાંતિ ભંગ થાય તેવા બનાવે વખતે વખત સંભળાશે. રાજકીય વાતાવરણ સામે પ્રજાને પિકાર વધી પડશે. દેરડીને વળ ઉકેલવા જતાં વધુ આંબળા ચઢશે. ચારે બાથી વિરોધી મૂરો નવી અથડામણ ઉભી કરશે. સત્તાધીશોની આપખૂદ વલણ સામે પત્રકારોને અગ્રણી સ્થાન લેવું પડશે. સુલેહશાંતિના કરારોને છડેચોક ભંગ થતો નજર નીહાળ પડશે.' ચૂસણનીતિ, ઘૂસણુ રીતિ અને સ્વાર્થવૃત્તિ વધુ આગળ ધપશે. પૂર્વ ધન્યશમંગળ છે તેથી ધાન્યની ઉત્પત્તિ ઓછી થશે. હાલ જોઈએ તે ખીલશે નરિ. ખખળી જશે અગર અણુવિકસિત સડી જશે. જીવજંતુનો ઉપદ્રવ અને રોગચાળાને ભય રહેશે. ધાન્યના પૂર્વે અંદાજ કરતાં છેવટને આંક ઓછો ઉતરશે. માવઠાં થશે અને ઋતુના સમયમાં ફેરફાર થતો જણૂાશે. ' મેઘેશ-શનિ હોવાથી વૃષ્ટિ ઓછી ખંડવૃષ્ટિ અને પાકને નુકશાન કરે, જમીનને ખોદી નાખે અને બીતે ઘસડી જાય તેવા પ્રકારની વૃષ્ટિ કઈ કઈ સ્થળે ખાના ખરાબી કરી મૂકશે. વાવાઝોડા ઘણી જગ્યાએ કાળો કેર વર્તાવશે, ભાવની વધઘટ અનિયમિત રહેવાની. રસેશ અસ્પતિ જગતના હળાઈ ગયેલા સંયોગને સાવધાનપણે ચાતુર્યતાથી અને ઠાવકાઈથી ઠેકાણે પાડશે અને ભયંકર ઘટસ્ફોટ થતા અટકાવવા માટેની અગમચેતી ભરેલી સાંકળ રૂપ બનશે. અન્નને ઓછા પાક ભાવનું મૂલ્ય વધારી દેશે. છતાં બહારથી અન્નની સહાયતા પૂરતા પ્રમાણમાં મળી જતાં જાનમાલનું સારી રીતે રક્ષણ થશે. રસકસના ભાવનું નિયમન કરવું પડશે. પશ્ચાત ધાન્યશ–સૂર્ય એછા પાકની ગણત્રી સામે ઝુંબેશ ઉપાડવામાં આવતાં પાકને સાચા આંકડા બહાર આવશે. વધુ અન્ન ઉગાડનારને પ્રોત્સાહન મળશે. તમામ કાચી ચીજોના મબલખ પાક ઉતરવાના ખબરો બજારની તેફાની તેજીને કાબુમાં લાવી દેશે. નિરાશામાં આશાનું કિરણ તરી આવશે. બહારના દેશમાં આપણી શાખ જેવીને તેવી ઉજજવલ રહેશે, પ્રતિસ્પધીઓના પ્રયાસ સામે ટક્કર સારી રીતે ઝીલાશે, સેનામાં નવો તેને આંક નેધાશે. સેનાધિશ–શુક ઘણી જ બુદ્ધિમત્તાથી કામ લેશે. ખોટા ખર્ચાઓમાં 'કાપ મૂકાશે, સાલીઅણુમાં વધુ કાપની દરખાસ્તને ટકે મળશે. સરહદના રક્ષણ માટે એવી વ્યુહ રચના રચાશે કે જેથી ઘૂસણનીતિ અજમાવતાં સપડાઈ જશે. આ દાણચોરીથી આવતી ચીજોને ધધો સદંતર બંધ થઈ જશે. શેરસ્ટા ઉપર આકરાં નિયમન મૂકાશે.. ધનેશ-કથાધિશ-મંગળ તીજોરીનું તળીયું દેખાવા માંડતાં દંડ નીતિને અમલ વધુ કડક કરવો પડશે. ગુપ્ત નાણાને બહાર લાવવાની નીતિ વધુ આવકારદાયક લેખાશે. વેપાર ધંધામાં મળતા લાભ ઓછા થશે. કારખાનાં અને મોટા ઉદ્યોગના ઉત્પાદન ખર્ચ વધી પડવાથી નફા ઘટશે તેની સાથે વ્યાજ ઓછું જાહેર થશે. નાના ઉદ્યોગ અને ઉગતા ધંધાવાળાને ટકે પડશે. ટેકસન બેજા અસહ્ય બની જશે. હું સૂતર કરીઆણામાં તેજી થશે. નિરસેશ–મંગળ–સકસ ઓછાં કરશે, પાણીની તંગી રહેશે, વીજળી, વોટર વર્કસ કેલ અને મ્યુનિસિપાલિટિનાં કામમાં ભાંગફેડ વધારે થશે અને પૂરવઠો ઘટતે જશે. લાલ ચીજોના મરયાંના, ધાન્યના અને રંગના ભાવ વધશે. | હડતાલીઆએ જ્યાં ત્યાં મરચા, માંડતાં દેખાશે. જાહેર સેવાનાં સ્થાને બસ રેવે વ્યવહાર વિગેરે ખાતાઓમાં અવ્યવસ્થા વધી પડશે. મંત્રીમંડળામાં અસતેજ રહેશે અચિંતબા ફેરફાશ અચંબે પમાડશે.ગમગીની પ્રસરી ભિય તેવી ઘટનાનું સૂચન કરે છે. | વ્યાપારેશ બુધ-વેપાર રોજગારમાં વ્યાપી ગયેલી નરમાઈ અને નિરાશાને કુનેહબાજીથી દૂર કરી ફરીથી વિશ્વાસનું વાતાવરણ ઉભું કરશે. જાગૃતિ લાવશે. મેટા ધનપતિઓના સાથ મેળવી કથળી ગયેલી નાણાંકીય હાલત સદ્ધર કરશે. દેશાવર સાથેનાં ઘટી ગયેલાં કામકાજે ફરીથી સજીવન થશે. પ્રધાન અને વેપાર પ્રધાન બંનેને સધીઆર મળતાં વેપારીઓ હિંમત કેળવશે. લેવડ દેવડ પૂર્વવત્ ચાલુ થઈ જશે. વર્ષ પૂર્વાર્ધ અશાંતિસુચક અને નિરાશામય જણાય છે જ્યારે ઉત્તરાધે આશાસ્પદ અને લાભદાયક વ્યતીત થશે.
SR No.546328
Book TitleMahendra Jain Panchang 1962 1963 1964
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1964
Total Pages128
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy