SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮] રાહુ મિથુનમાં અને કેતુ ધન રાશિમાં જાય છે. મંગળ સિંહ રાશિમાં જાય છે. આ યોગો વિશ્વમાં કઈ સ્થળે મેટા રાજકીય ભડકે મધ્ય પૂર્વમાં આવેલો મુસ્લીમ રાષ્ટ્ર અને યહુદીઓ વચ્ચે પેદા કરનાર છે. ગરમીનું પ્રમાણુ બહુ રહેશે. તા. ૭ થી તા. ૧૫ સમસ્ત બજાર માટે સારા ઉછાળાનો સમય છે. વદ પક્ષમાં કેટલાંક પંચાંગમાં બે તિથીને હાય બતાવવામાં આવે છે, જે મેધારતની નિશાની છે. જેઠ માસ : તા. ૨૪-૫-૬૩ થી તા. ૨૧-૬-૬૩. - ચંદ્રદર્શન–પ્રતિપદાન ક્ષય હોઈ બીજનું ચંદ્રદર્શન શુક્રવારે વાયુતત્વના, ૩૦ મુહુતના મૃગશીર્ષ નક્ષત્રમાં થાય છે. સુદી અષ્ટમી ગુરુવારી હે ઈ બોરી વૃદ્ધિ છે. પૂર્ણિમા શુક્રવારી ચાંદ્ર માસ ઘાતક જ્યેષ્ઠા નક્ષત્રમાં જ સંપન્ન થાય છે. કૃષ્ણ પક્ષમાં અષ્ટમી શનિવારી હેઈ, એકાદશીને ક્ષય છે, અમાવાસ્યાં શુક્રવારી મૃગશીર્ષ નક્ષત્રમાં સંપન્ન થાય છે. આ નક્ષત્રનું મહત્વ વધુ છે. કેમકે ચંદ્રદર્શન વખતે પણ આજ નક્ષત્ર છે. ' કે રૂ, કપાસીયા, કપાસ બધી જાતના એસીડ, નમક, સુગંધી દ્રવ્યો, તેલ, લોખંડ, કાપડ, સુતર, ચમક, ઘીના બજારે ટાઈટ રહેશે, ઘરાકી સારી રહેશે. જ્યારે માલની અછત જણાશે, આ ગ્રહ ભ્રમણ સિંહ રાશિમાં બુટ, હર્ષલ અને મંગળ છે. તુલામાં વિક્રી નેપથ્યન, રાહુ મિથુનમાં કેતુ ધનમાં મકર રાશિમાં ભ્રમણ કરતા શનિ, તા. ૩ જીએ વક્રગતિમાં આવે છે. ગુરૂ મીનમાં ચાલુ છે. શુક્ર મેષ રાશિને ત્યાગ કરીને પિતાની વૃષભ રાશિમાં તા. ૭ મીએ પ્રવેશે છે. વક્રગતિવાન પશ્ચિમાસ્ત બુધ તા. ૨૪મીએ વૃષભમાંથી મેષમાં પ્રવેશી, તા. ૨૮ મીએ પૂર્વોદય થઈને, તા. ૩૧ મીએ માગી" ગતિમાં આવીને, પાછો વૃષભ રાશિમાં તા. ૬ ઠીએ દાખલ થાય છે. * પાંચ શુક્રવારે માસ હોઈ મિથુન સંક્રાંતિ શનિવાર તા. ૧૫ મી, જેક્ટ વદી અમી, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, આયુષ્યમાન યોગ, અને કૌલવ કરણમાં ચાય છે. - મેષથી કક સંક્રાંતિએ પાપવારે બેસનારે હોવાથી વિશ્વમાં રાજકારણ અને અર્થપ્રકરણ બહુ વિવાદાસ્પદ રાખશે અને બજારની ચાલ અનિશ્ચિત રહેવાની હકીકત મેષ સંક્રમણના પ્રકરણમાં બતાવી ચુક્યો છું. શુક્રવારં ચંદ્રદર્શન પૂર્ણિમા અને ૦)) શુક્રવારી, બે તિથિને ક્ષય શુક્લ પક્ષમાં, શનિ ગ્રહનું વક્ર શરૂ થવું, બુધ, શુક્ર સૂર્ય પર તેની દૃષ્ટિ બધાં બજારોને તેઓના શિરેભાગે પર લઈ જશે. તા. ૨૮ થી થતે બુધનો ઉદય, ચાંદી, સોનું, કાપડ, સ્ટીલ વિગેરે શેરે માટે સારું તેજીનું કારણ લાવશે. સુદી બારસની વૃદ્ધિ રૂના ભાવોમાં વધારે કરવા માટે કોઈ ખાસ કારણ પેદા કરશે. વક્ર ગતિમાં આવતે શનિ તા. ૨ થી ૪ માં જે જે બજારમાં નરમાઈને આંચકો આવી જાય (ખાસ કરીને રૂ, શેર, ચાંદી, બીયાં) તેમાં ખરીદી કરવી. તા. ૧૭ થી તા. ૨૧ સુધીમાં જે જે બજારમાં તેજીનો જુવાળ રહ્યો હોય, તેમાં ન ખાવો યોગ્ય મનાય છે. જેષ્ટ સુદી બીજ રહિણી, ત્રીજ આર્કીના પેગ અતિ વૃષ્ટિથી મોટું નુકશાન કરનાર ગણાય છે. જેષ્ઠ સુદી પંચમીને દિવસે મેઘ ગર્જના થાય, આકાશ મેધથી છવાએલ જણાય. દક્ષિણ દિશાને વાયુ વાય, તે તલ, તેલનો સંગ્રહ કરીને આવતા આસે, કારતકમાં વેચવાથી સારો લાભ થાય, જેન્ટ સદી પંચમી સોમવારી પુષ્ય નક્ષત્ર યુક્ત હોવાથી રૂમાં સારી મજબુતાઈ રહેશે, જયેષ્ટ સુદી ૧૦ શનિવારી મોટા ભાગે હોવાથી ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજપૂતાનામાં વરસાદની ખેંચ અગર અતિ વૃષ્ટિથી ચીજ વસ્તુઓના ભાવોમાં મેં ધારત બતાવે છે. પશુધનને માટે નાશ થાય, જેક્ટ સુદી પૂર્ણિમા અને અમાવાસ્યા મેટા વાયુના ઉત્પાદનકારક છે, માટે તે દિવસોમાં ખુબ સાવચેતી રાખવી. છાપરા ઉડી જાય તે ઝડપી પવન વાય. તા, ૧૧-૧૨ ના દિવસોમાં વિજળી ચમકે. મેઘ ગર્જના થાય, કૃષિ થાય તે ખેતીની પેદાશને માટે શ્રેષ્ટ છે, જે તેવું ન થાય તે ધરતી માતાને કસ ઓછો થઈ જાય છે–અને પેદાશ ઓછી થાય છે. જેષ્ટ વદિ ૧૪ રોહિણી. યુક્ત છે. જે રાજશાસનકારો માટે પરિતાપ પેદા કરાવનાર અને જનતાને અસંતજજનક ચિન્હ છે કાળાં બજાર દાણચેરીના કિસ્સા, લુંટફાટના બનાવો વધશે.
SR No.546328
Book TitleMahendra Jain Panchang 1962 1963 1964
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1964
Total Pages128
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy