SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્તુઃ-(પ્રહાર'ભથી પ્રવેશ સુધી)માં ત્રણ ચક્ર લેવાય (જોવાય) છે, તેમાં આર’ભ (ખાત)માં નૃપલ ચક્ર, સ્તંભમાં 'ધૂમ' ચક્ર તથા પ્રવેશમાં કળશ ચક્ર લેવાય છે. વૃષભ ચક્ર:–સૂર્યના નક્ષત્રથી મુર્તીના દિવસ સુધી સાભિજીત નક્ષત્ર ગણવાં, તેમાં તે (મુના) દિવસે જેટલામું નક્ષત્ર હાય ત્યાં સુધીનું ફળ, પહેલાં ૭ અશુભ, પછી ૧૧ શુભ, પછી ૧૦ અશુભ. બીજી રીત:-નિરભિજીત ગણનાથી પહેલાં ૩ શુભ, પછી ૪ અશુભ પછી ૭ શુભ, પછી ૬ અશુભ, પછી ૨ શુભ, પછી પ અશુભ છે, ધૂમ ચક્રઃ—જે દિવસે સ્થંભ રાપવા હોય તે દિવસની તિથિને પુ વડે ગુણવી અને કૃતિકાથી તે દિવસના નક્ષત્ર સુધીના આંકડા જોડવા અને ૧૨ તેમાં ઉમેરવા, પછી થી ભાંગતા, શેષ ૪-૭-૧ રહે તેા ભ્રમ જળમાં છે, તેનું ફળ લાભ, શેષ ૫-૨-૮ રહે તા ધૂમ' સ્થળમાં છે, તેનું ફળ હાનિ, અને શેષ ૩-૬-૯ રહે તા ધૂમ આકાશમાં છે, તેનું ફળ મરણુ, એમ ત્રણ પ્રકારે કૂમ" કુળ જોઇ શુભ આવતાં મૃત લેવું. કુંભ [કળશ] ચક્ર :– સૂર્યના નક્ષત્રથી ચંદ્રના નક્ષત્ર સુધી ગણુતાં પહેલાં પાંચ નક્ષત્ર નેઇ, પછીનાં આઠ સારાં અને તે પછીના ૮ તે અને આકીનાં છ નક્ષત્રા સારાં જાણવાં. દ્વાર ચક્ર:-બારણાનું મુ-જે દિવસે દ્વાર ચક્ર જોવું ડાય તે દિવસે સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર સુધી ગણતાં પહેલાં ૪ નક્ષત્રા સારાં, પછી ૨ ખરાખ, પછી જ સારાં, પછી છ ખરાબ, ૪ સારાં, ૨ ખરાબ અને છેવટના ૪ નક્ષત્રા સાર્થ છે. બારણા માટે રાહું:-માગસર, પેષ, મહા મહિનામાં રાહુ પૂવ માં,ફાગણ ચૈત્ર, વૈશાખમાં રાહુ દક્ષિણમાં, જે, અષાડ, શ્રાવણમાં રાહુ પશ્ચિમમાં અને ભાદરવા, આસે, કાતિકમાં રાહુ ઉત્તર દિશામાં રહે છે. રાહુ તથા વત્સ જે દિશામાં હોય તે દિશામાં બારણું મૂકવું નહિ. પ્રતિમા પ્રવેશઃ-પુષ્ય, ધનિષ્ઠા, મૃગશીષ, રાહિણી, ત્રણે ઉત્તરા, શત ભિષા, ચિત્રા, અનુરાધા, રેવતી, એ નક્ષત્રમાં, શુભવારમાં, સ્થિર લગ્નમાં તા ચંદ્ર, ગુરુ અને શુક્રના ઉદય હૈાય ત્યારે પ્રતિમાને પ્રવેશ શુભ છે. ધ્વજારાપણુઃ-ત્રણ ઉત્તરા, આર્દ્રા, શ્રવણુ, ધનિષ્ઠા, શતભિષા, રાહિણી, અને પુષ્યમાં થાય છે. દીક્ષા તથા પ્રતિષ્ઠાનુ મુહૂતઃ–માસ, દિવસ અને નક્ષત્ર ત્રણની શુદ્ધિ જાણીને ધ્રુવ (સ્થિર) લગ્નમાં દીક્ષા અને પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યોં કરવાં. શુભમાસ:-માગસર, મહા, કાગળુ, વૈશાખ, જેઠ તથા અષાડ માસ તેમાં શુભ છે. શુભવાર:-રિત્ર, મુધ, ગુરુ, શુક્ર, અને નિ દીક્ષામાં શુભ છે. સામ સુધ, ગુરૂ, શુક્ર પ્રતિષ્ઠામાં શુભ છે. શુભતિથિ:-૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ દીક્ષામાં શુભ છે. સુદમાં ૧-૨-૫-૧૦-૧૩-૧૪માં ૧-૨-૫ તિથિ પ્રતિષ્ઠામાં શુભ છે. શુભનક્ષત્ર:-ત્રણ ઉત્તરા, રાહિણી, હસ્ત, અનુરાધા, શતભિષા, પૂર્વ – ભાદ્રપદ, પુષ્ય, પુનઃવ'સુ, રેવતી, અશ્વિની. મૂળ, શ્રવણ, સ્વાતિ, આ નક્ષત્રો દીક્ષામાં શુભ છે. મા, મૃગશી, હસ્ત, ત્રણ ઉત્તરા, અનુરાધા, રેવતી, શ્રવણુ, મૂળ, પુષ્ય, પુનઃવČસુ, રાહિણી, સ્વાતિ, અને ધનિષ્ઠા, પ્રતિષ્ઠામાં શુભ છે. પ્રતિષ્ઠાલગ્ન:-જિનેશ્વરની પ્રતિષ્ઠાને વિષે દ્વિસ્વભાવ લગ્ન શ્રેષ્ઠ છે. સ્થિર લગ્ન મધ્યમ છે અને ચર લગ્ન કનિષ્ઠ છે, પ્રતિષ્ઠા નવમાંશ-પ્રતિષ્ઠાને વિષે મિથુન, કન્યા અને ધનના પ્રથમ અધ, એટલા અંશા (ઉત્તમ) સારા છે, તથા વૃષભ, સિદ્ધ, તુલા અને મીન એટલા અશા મધ્યમ-દેવાલયનાં કર્યાં અને પ્રતિષ્ઠા કરનારને હાનિકર્તા છે. દીક્ષા લગ્ન તથા નવમાંશ-દીક્ષાને વિષે લગ્નમાં તથા નવમાંશમાં દ્વિસ્વભાવ રાશિ, વૃષભ વિનાની સ્થિર રાશિ અને મકર રાશિ, એટલી રાશિએ શુભ છે. તે સિવાયની ખીજી રાશિ શુભ નથી. શુક્રઃ- લગ્નમાં રહ્યો હોય, શુક્રવાર ઢાય, લગ્નમાં શુક્રના નવમાંશ હોય, શુક્રનું ભવન વૃષભ અને તુલા લગ્ન હોય, તથા શુક્ર લગ્ન કે સાતમા સ્થાનને સપૂર્ણ જોતા હાય તા તે સમય દીક્ષાને માટે વર્જ્ય છે, ચ'દ્ર–લગ્નમાં ઢાય સામવાર હાય, ચંદ્રના નવમાંશ તથા ચંદ્ર લગ્નને જોતા હાય તે સમય દીક્ષાને માટે વર્જ્ય છે. દીક્ષા કુંડળીમાં ચંદ્ર સાથે ક્રાઇ પશુ શ્રદ્ધ હવા જોઇએ નહિ; જ્જત્ ચંદ્ર એકલા જ જોઇએ.
SR No.546326
Book TitleMahendra Jain Panchang 1960 1961
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1961
Total Pages122
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy