________________
वंदे श्री वीरमानन्दम्
પ્રસ્તાવના વગીય પૂજય ગુરુવર્ય આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજ સાહેબને પ્રણમીને હું મારા ગત વર્ષના પંચાંગ સંબંધીના અનુભવો સમાજ સમક્ષ રજુ કરું છું. આ વિષયમાં રસ લેતા પૂ આચાર્યાદિ મુનિવરો તથા વિદ્વાનેને હું રૂબરૂ તેમજ પંચાંગ દ્વારા પક્ષ રીતે મલ્યો છું. તેઓએ આ પંચાંગની મહત્તા સ્વીકારી મારા આ દિશાના શ્રમને પ્રોત્સાહન આપ્યું છે. તે માટે હું સર્વને આભારી છું. '
આચાર્ય શ્રીમાન મહેન્દ્રસૂરિજી મહારાજને પરિચય-આ પંચાંગનું નામ શ્રી મહેન્દ્ર જન પંચાંગ રાખવાનું કારણ અહીં બતાવવું જોઈએ. જેનામાં ખગોળ શાસ્ત્રના પ્રાણ મહાપુરૂષમાંના આ એક મહાપુરૂષ ખગોળ વિદ્યાને અદ્વિતીય એ યંત્રરાજ નામે ગ્રંથ શકે ૧૨૯૨ એટલે વીર સંવત ૧૮૯૭ વિક્રમ સંવત ૧૪ર૭ માં લખી સમાજ ઉપર ચિર સ્થાયી ઉપકાર કર્યો છે. એની સાબીતી રૂપે પણ એટલું જ કહીશ કે આજ પર્યત પણ આ ગ્રંથ જયપુર તથા બનારસની સંસ્કૃત કોલેજમાં ઉચ્ચ કેટિનું ભાન ધરાવે છે. એટલે કે જ્યોતિષાચાર્યની પરીક્ષામાં પાઠય પુતક તરીકે ચાલે છે. આથી વિશેષ મહત્તા કોઈ પણ ગ્રંથની શું હોઈ શકે? આ મહાપુરૂષના શિષ્ય રન શ્રી મલયચન્દ્રસુરિજી મહારાજે ઉપરોક્ત ગ્રંથ ઉપર વિદ્વતા પૂર્ણ ટીકા રચીને સમાજ ઉપર અનહદ ઉપકાર કર્યો છે. વિશેષતઃ જયપુર સ્થાપિત મહારાજા શ્રી જયસિંહજીએ પણ તેજ ગ્રંથ ઉપર વિતા પૂર્ણ કારિકા રચી ગ્રંથના મૌલિક વિષયને વિસ્તાર પૂર્વક ફેટ કરી જયપુર, ઉજજૈન, બનારસ, દિલ્હી વગેરે સ્થળોએ વેધશાળા દ્વારા આ યંત્રરાજ ગ્રંથની પ્રક્ષતા સાબિત કરી બતાવી છે. તદુપરાંત બનારસના તિરત્ન પંડિત શ્રી સુધાકર દ્વિવેદીએ પણ યંત્રરાજ ઉપર ટીપ્પણુ રચી ગ્રંથની સર્વમાન્યતા સાબિત કરી છે.
આ પંચાંગમાં તિથિ વગેરેનું ગણિત આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના યંત્રરાજ ગ્રંથમાં બતાવેલ પદ્ધતિ પ્રમાણે કરેલ હોવાથી આ પંચાંગનું નામ શ્રી મહેન્દ્ર જન પંચાંગ રાખવામાં આવ્યું છે,
પ્રાચીન કાળમાં સમય માપવા માટે ઘટીપાત્રો વપરાતાં હતાં. અને તિથી પચાગમાં ઘડી પળમાં સમય અપાતે હતો તે ગ્ય જ હતું. પણ હિાલમાં તે બધે ઘડીઆળજ વપરાય છે. અને તેથી પ્રચલિત અન્ય પંચાંગને ઉપયોગ કરવો હોય તે તેમાં આપેલી ઘડી, પળના કલાક મિનિટ કરી, તેને સૂર્યોદયના કલાક મિનિટમાં ઉમેરવાથી ઘડીઆળ વખત મળે છે. આ અગવડ અને મહેનત ટાળવા માટે આ આખું પંચાંગ કલાક મિનિટમાં આપ્યું છે. પંચાંગમાં ટાઈમ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યો છે. કારણ કે રેલવે, તાર, ટપાલ વગેરેને લીધે આ ટાઇમ આખા હિંદુસ્તાનમાં પ્રચલિત છે. તેથી આ પંચાંગ આખા હિંદુસ્તાનમાં એક સરખું ઉપયોગી થઈ પડશે. રેલ્વેની માફક બપોરના ૧-૨ થી રાતના ૧૧ સુધીના કલાકને ૧૩-૧૪થી ર૩ સુધીના કલાક ગણ્યા છે. ફરીને રાતના બાર વાગ્યેથી ૦ કલાક ગણીને નવી તારીખ ગણી છે, ૧-૨ વગેરે
કલાકો તે તારીખના સૂર્યોદયની પહેલાં સમય બતાવે છે. તે તે બરાબર ધ્યાનમાં રાખવું.
કિરણવક્રીભવનને લીધે સર્યોદય અને સૂર્યાસ્ત ગણિતગત સમય કરતાં લગભગ રપ મિનિટ વહેલો સૂર્યોદય દેખાય છે. અને એ જ પ્રમાણે ગણિતગત સમય કરતાં રા મિનિટ મેડે સૂર્યાસ્ત દેખાય છે. આ સંસ્કાર (કિરણવક્રીભવન) આ પંચાંગમાં આપેલ હોવાથી સૂર્યની સાયન મેષ અને સૂર્યની સાથન તુલા સંક્રાંતિ વખતે દિનમાન (૧૨ ક. ૦ મિ. હેવા છતાં) ૧૨ ક. ૫ મિનિટ આપ્યું છે. તેવી જ રીતે દરેક દિનમાન ગણિતાગત(દિનમાની કરતાં ૫ મિનિટ વધારે લખવામાં આવ્યું છે. તે બરાબર છે. લગ્ન કાઢવા માટે તથા ઇષ્ટ ઘડી સાધન માટે આ પંચાંગમાં આપેલ સૂર્યોદયમાં રા મિનિટ ઉમેરવી જોઇએ.
પંચાંગની સમજણ– પંચાંગના કાઠામાં પ્રથમ ખાનામાં આપેલ આંકડે મુંબઈ સૂર્યોદય સમયે પ્રવર્તમાન તિથિને છે. ત્યાર બાદ વાર અને અંગ્રેજી તારીખ આપેલ છે. જેથી તિથિ, વાર અને તારીખ એક સાથે જોઈ શકાય. પછી તિથિ (અક્ષરમાં) અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. ત્યાર બાદ નક્ષત્ર (અક્ષરમાં) અને તેની સાથે તેને