SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત માટે સમ્યગૃ-દર્શનાદિ એ જ મોક્ષને માર્ગ છે, પરંતુ બીજા ભાવે એ મેક્ષમાર્ગ નથી. અથવા દાનાદિ જે ધર્મો છે. તે પણ સમ્યગદર્શનાદિ રહિત હોય તે મેક્ષના માર્ગ તરીકે ગણી શકાતા નથી. કદાચ એમ કહેવા માંગે કે- દાનાદિ મોક્ષના હેતુ છે, પરંતુ તે મેક્ષ જુદો છે, અને સમ્યગ્દર્શનાદિથી સાધ્ય મોક્ષ જુદો છે, તે તે વસ્તુ પણ વ્યાજબી નથી, કારણ કે મોક્ષ એક રૂપ જ છે. એટલા માટે જ ટીકાકાર મહર્ષિને પણ મોક્ષgવાર એ હેતુ આપવો પડેલ છે. વળી મેક્ષની પ્રાપ્તિ મનુષ્યલેકમાંથી જ થાય છે, તે સિવાય બીજા સ્થાનેથી થઈ શકતી નથી, જૈનેની અપેક્ષાએ આ મંતવ્ય સિદ્ધ છતાં ટીકાકારને મનુજાવ ૪ તક મના એ હેતુ જે આપવું પડે છે, તે અન્ય દાર્શનિક અર્થાત્ બૌદ્ધો પૌરાણિક અનુક્રમે દેવલેકમાંથી તેમ જ ચંદ્રલેક–સૂર્યલેકમાંથી મેક્ષની પ્રાપ્તિ માને છે, તેમને નિરાશ કરવા માટે છે. અહીં કદાચ શંકા થાય કે-મનુષ્ય ગતિ સિવાય બાકીની પણ ગતિમાંથી શા માટે મોક્ષપ્રાપ્તિ ન હોઈ શકે? તે તે શંકાના સમાધાન માટે સમજવું જોઈએ કે – - દેવલેકની પ્રાપ્તિ નિકાચિત પુણ્યબંધ સિવાય અસંભવિત છે, નિકાચિત પુણ્યબંધ હેય, એટલે પૌદગલિક સુખોને ભેગવટો પણ અવશ્ય હોય, વૈમાનિકમાં ભલે દેવાંગનાઓના શરીરસંગ જન્ય વિષયસુખ ન હોય. અને સમ્યગદષ્ટિપણાને અંગે તે બાહ્ય સુખ તરફ ઉદાસીનતા પણ હોય. પરંતુ એ પૌગલિક સુખ તરફ જે ધૃણા આવવી જોઈએ, તે કઈ રીતે આવી શકતી નથી, અને જ્યાં સુધી પૌગલિક સુખો તરફ વૃણે ન આવે, ત્યાં સુધી વિરતિ ન હોય, અને વિરતિ ન હોય, એટલે દેવલોકમાંથી સીધું મેક્ષગમન પણ અસંભવિત છે. .
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy