________________
આગમત
આ પ્રમાણે પ્રાથમિક સંબંધકારિકામાં મંગલ, પ્રજન, અભિધેય અને સંબંધ એ ચારે વસ્તુનું નિરૂપણ કર્યા બાદ ગોક્ષમા” કરેમિ એ છેલ્લા પદથી મોક્ષમાર્ગનું કથન કરવાની કરેલી પ્રતિજ્ઞાને નિર્વાહ કરતા પૂ. આચાર્ય ભગવાન ઉમાસ્વાતિવાચક કહે છે કે
રન-શાન-જગાન મોક્ષના આ સૂત્રમાં ઘી ન - વાર્તાઓ અને ક્ષમા એમ બે પદો છે.
અહીં સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગ ચારિત્ર એ ત્રણે સમુદિત જ મોક્ષમાર્ગ છે. એમ અવધારણ સમજવું.
જે એ પ્રમાણે અવધારણ કરવામાં ન આવે, અર્થાત્ સમ્યગ દર્શનાદિ ક્ષમાર્ગ છે, એમ સામાન્યતઃ કહેવામાં આવે તે અન્ય ભાનું એટલે સર્વજ્ઞના સિદ્ધાંતમાં મેક્ષના સાધનરૂપે કહેલા સમ્યગ્ર દર્શનાદિ સિવાય અન્ય-દર્શનપ્રતિપાદિત પ્રમાણ-પ્રમેયાદિનું મેક્ષમાર્ગ પણું થાય, અને એમ થાય તે બુદ્ધિમાન પુરુષોએ સર્વજ્ઞના શાસ્ત્રાનુસારે મોક્ષમાર્ગ રૂપે જણાવેલા આ સમ્યગદર્શનાદિ ધર્મોનું સ્થાપન બરાબર ન ઘટે.
માટે સમ્યગદર્શનાદિ એ જ મોક્ષમાર્ગ છે, એમ અવધારણાત્મક વાક્ય સમેજવું.
અહીં કદાચ એમ શંકા થાય કે– માણવા જે વં તે મારવા એ જિનેશ્વર શાસનમાં જણાવેલા મંતવ્યાનુસાર સમ્યગ દર્શનાદિને જ કેવળ મેક્ષમાર્ગ તરીકે કહેવાનું ન બની શકે, કારણ કે કઈ કઈ પ્રસંગે બાહુબલીના અભિમાન માફક અથવા ચંડકૌશિકના ઉચકોની માફક આશ્ર પણ સંવર (અને પરંપરાએ નિર્જરા તથા મોક્ષના હેતુઓ બને છે.
એ અપેક્ષાએ આશ્રવાદિ–અન્ય ભાવમાં પણ મોક્ષમાર્ગ પણું ઘટી શકે છે.
આવા પ્રકારની જે શંકા થતી હોય તે તે કરવાની જરૂર નથી.