________________
પુસ્તક રજુ કરીને ભવિષ્યના વિષમ વિપાકની વિચારણા ન કરતાં. સ્વાર્થ-સાધક પ્રપંચ-જાળને મહત્તા આપે છે, અને તેને હોંશિયારી પણ માને છે.
પણ! તે માયાવીપણના માર્ગમાં મહાલનારા લેકે પિતે જ્યારે તેવા ચાણક્ય-નીતિની ચતુરાઈવાળાની જાળમાં આવી જાય છે, અને અચિન્તિ–આપત્તિ કે ધનાદિનું નુકશાન પામે છે, ત્યારે સરળતાની સુંદરતા અને માયાવિતાની આપાત–મનેહરતાને જરૂર સમજે છે, અને ચાણક્ય નીતિની ચંચળતાને ધિક્કારવામાં તથા સરળતાની નિસરણીને સત્ય રૂપે નિરૂપણ કરવાનું ચૂક્તા નથી, અર્થાત્ અનુભવની અનુપમ આંખે તેઓને તત્વદૃષ્ટિની જબરી ઝાંખી કરાવે છે.
એવી જ રીતે કોત્તર માર્ગની અપેક્ષાએ વિચાર કરનારને સ્પષ્ટ માલુમ પડે છે કે-સરળતા ધારણ કરનારે આત્મા નિર્મળતા મેળવી શકે છે, અને નિર્મળતા ધારણ કરનાર ધર્મને પામી શકે છે, અર્થાત્ સરળતાની પ્રાપ્તિ સિવાય કોઈપણ મનુષ્ય ધર્મ પામી કે પાળી શક્તિ નથી, તેથી ધર્મપ્રરૂપણાની અપેક્ષાએ માયા રહિતપણાની એકાન્તિક સ્થિતિ માનવામાં આવી છે.
આવી રીતે સરળતાને મહિમા દરેક મનુષ્ય ચાહે તે તે વ્યાવહારિક દષ્ટિવાળો હોઈ લૌકિક માર્ગને અનુસરનારે હોય કે પારમાર્થિક દૃષ્ટિને આરાધ્ય ગણીને કેત્તર માર્ગને આરાધનાર હોઈ લોકોત્તર પથને પ્રવાસી હોય ! તે પણ તે ઉભયને માયાને ત્યાગ કરવારૂપ સરળતાની અનિવાર્ય જરૂર છે.
આ સરળતાના પ્રભાવને લીધે અ–દેવ, અ-ગુરુ, અ-ધર્મને દેવ, ગુરુ, ધર્મ તરીકે માનનારા મિથ્યાત્વીને પણ શાસ્ત્રકારોએ તેવી ભદ્રિતાની અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાનકવાળા માનેલા છે.
જો કે પહેલે ગુણસ્થાનકે અનન્તાનુબંધીના ક્રોધ, માન અને લેભ પણ પાતળા જ હોય છે, તે પણ શાસ્ત્રકારોએ ભદ્રકપણાની અપેક્ષાએ