________________
પુસ્તક ૧-લું શ્રી જિનેશ્વર મહારાજની પ્રતિમા બનાવવાથી થતા લાભે.
ઉપર જણાવ્યા પ્રમાણે મોક્ષના અથજીએ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમા બનાવવી એ જરૂરી છે, એમ સમજાશે.
પ્રતિમા બનાવનારને એટલું તો સહેજે સમજાય તેવું છે કે જેટલા કાલ સુધી જેટલા જેટલા જૈને તે જિનેશ્વર મહારાજની પ્રતિમાના દર્શનથી જિનેશ્વર ભગવાનનું દેવપણું સ્મરણ કરશે અને તે દ્વારા જે જે જેને આત્મામાં સંસ્કારિત થશે, તે સમગ્ર લાભનું કારણ સ્પષ્ટ રીતિએ તે જિનેશ્વર ભગવાનની પ્રતિમા ભરાવનારે મહાનુભાવ છે.
વળી તે જિનેશ્વર મહારાજની પ્રતિમાની સાથે રહેલા અષ્ટ પ્રાતિહાર્યયુક્ત પરિકરને દેખીને જેઓ ભાવતીર્થકરનું સ્મરણ કરી તે દ્વારા અનેક ભવનાં સંચિત-કર્મને ક્ષય કરશે, તેનું કારણ પણ તે પ્રતિમા કરાવનાર મહાનુભાવ છે.
જિનેશ્વર ભગવાનની પ્રતિમાના પરિકરમાં ઘડેલા કલશો વગેરે દેખીને જિનેશ્વર મહારાજના જન્માભિષેકની વખતે ઈદ્રમહારાજે કરેલા મહોત્સવનું સ્મરણ કરી જિનેશ્વરમહારાજની જન્મ અવસ્થાથી પૂજ્યતા સમજી જે પવિત્રતમ વિશિષ્ટ ભાવના ધરનાર મનુષ્ય સમુદાય થશે અને તે ભાવનાદ્વારા દેવતાને પણ દુર્લભ એવી આત્માની જે પવિત્રતા કરશે, તેનું કારણ પણ શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમા બનાવનારે મહાનુભાવ છે.
વળી સાધુઓના આચારને અંગે જે ગામમાં જિનેશ્વર ભગવાનની પ્રતિમાજી બિરાજમાન હોય તે ગામ જે વિહારમાં વચમાં આવતું હોય તે સાધુ મહાત્માએ તે ભગવાનની પ્રતિમાને વંદન કરવા જવું જોઈએ અને વગર કારણે ન જાય તે પ્રાયશ્ચિત્ત આવે એમ હોવાથી તે ગામ કે જેમાં ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમા બિરાજમાન કરેલી છે, એમાં જરૂર સાધુ મહાત્માઓ આવે