________________
પુસ્તક ૧-લું
૨૯ એટલે અરિહંતને ઓળખાવનારા મનુષ્ય જે વખતે ળનો દિંતાળું બોલે કે ગણે તે વખતે તેના મનમાં તે અરિહંત ભગવાનની આકૃતિ આવ્યા વિના રહેવાની નથી.
જગમાં કોઈપણ વસ્તુનું પ્રતિબિંબ આંખમાં પડ્યા શિવાય જેમ ચક્ષુ દેખવાના સ્વભાવવાળી છતાં પણ દેખી શકે નહિ, તેમ અરિહંત મહારાજને નમસ્કાર કરનાર મનુષ્ય અરિહંત-મહારાજનું સ્વરૂપ કલ્પનામાં સ્થાપ્યા સિવાય અરિહંત-મહારાજને નમસ્કાર કરવા માટે રહેંતાળ બેલી શકે નહિ.
કદાચ કહેવામાં આવે કે માનસિક કલ્પનામાં આવતી અને ચક્ષુમાં પ્રતિબિંબિત થતી અરિહંતની સ્થાપનાને અમે જે રેકવા જઈએ તે અમારે શૂન્ય-મસ્ક કે અંધજ થવું જોઈએ, માટે તે માનસિક કલ્પનામાં આવતી આકૃતિ અને ચક્ષુમાં આવતી આકૃતિ રૂપી સ્થાપના ભલે અમારા માટે જરૂરી હોય. પરંતુ બાહ્ય પત્થરાદિક પદાર્થોમાં ઉપજાવેલી આકૃતિને માનવા અમે તૈયાર નથી,
એમ કહેવાવાળાએ પ્રથમ તે બાર પર્ષદાની દેશના માટે સમવસરણમાં થતું જિનેશ્વરભગવાનનું ચતુર્મુખપણું વિચારવું જોઈએ.
જે તે સમવસરણમાં મૂલ અને બાહ્ય પ્રતિબિંબ વચ્ચે એક અંશે પણ ફેર ગણવામાં આવતું હોય તે બાર પર્ષદાનું ચારે દિશામાં શ્રવણ માટે બેસવું થઈ શકે નહિં. સૂત્રથી પણ મૂર્તિ અને પૂજાની સિદ્ધિ
વળી જંઘાચારણ અને વિદ્યાચારણ વિગેરે જેવી રીતે નંદીશ્વરકંડલ-રૂચક દ્વીપમાં તથા નંદન, સોમનસ અને પાંડક વગેરે વનમાં શાશ્વતી પ્રતિમા જુહારી તેવીજ રીતે અહિંના અશાશ્વતરોની પ્રતિમા પણ જુહારી છે,