________________
આગમત
- ગુરૂમહારાજની પરીક્ષા પણ સર્વ અન્યમતવાળાઓ તે શું? પરંતુ લકત્તર એવા જૈનમાર્ગવાળાઓ પણ છવાદિશિક્ષારૂપ આગમદ્વારા કરે છે.
ધર્મને અંગે વિચાર કરીએ તે આગમદ્વારા પ્રવર્તતું અને આગમથી અવિરૂદ્ધ જે મિથ્યાદિકભાવનાએ યુક્ત અનુષ્ઠાન તે ધર્મ કહી શકાય છે.
એટલે સ્પષ્ટ થાય છે કે દેવ, ગુરૂ કે ધર્મ એ ત્રણે તત્વમાંથી કેઈપણ તત્વની માન્યતા આગમ સિવાય કે આગમનિરપેક્ષ બની શકે નહિ.
એ વસ્તુઓ વિચારતાં ઉપર જે મહાપુરૂષે જણાવ્યું કે આગમને આદરનારે મુમુક્ષુ પુરૂષ દેવ, ગુરૂ અને ધર્મને માનનારે બની શકે છે, તે વાત વિવેકી સુજ્ઞ મનુષ્યને સોળ સોળ આના સાચી તરીકે સમજાશે.
તેથી આગમ એટલે જ્ઞાનક્ષેત્ર મનુષ્યોને તરવા માટે પહેલા નંબરે જરૂરી છે, એમ લાગ્યા વિના રહેશે નહિ. જ્ઞાન ક્ષેત્ર તરવા માટે પ્રથમ નંબરે કેમ?
શાસ્ત્રકારોએ પણ ચતુરંગી જણાવતાં મનુષ્યપણાની સાથે શાસ્ત્રશ્રવણને સ્થાન આપેલ છે.
જો કે જ્ઞાનના મતિ આદિ પાંચ ભેદો છે, પરંતુ લેવા-દેવાના વ્યવહારમાં અને સ્વપરપ્રકાશનપણમાં શ્રુતજ્ઞાન સમર્થ હોય છે, અને તેથી શાસ્ત્રકારે પણ ગg 5 રેનિં કw gઉરમાર અથવા પુત્રોને રીતે ઈત્યાદિક કહી શાસ્ત્રનું સ્વ–પરપ્રકાશકપણું સ્પષ્ટ કરે છે. - જે કે ન્યાયશાસ્ત્રકારે ઇન્દ્રિયપ્રત્યક્ષ મતિજ્ઞાનને અને અનિન્દ્રિય પ્રત્યક્ષ અનુમાનને પરાર્થ માને છે, પરંતુ તે માત્ર ઉપચારથી