SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું ઉપર જણાવેલ કલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીધરજીના વચનને જાણનારે મનુષ્ય સમજી શકે કે શ્રાવક શબ્દમાં ૧ કારથી અદ્ધિમાનેને અંગે નિરૂક્તાર્થ જણાવતાં શાસ્ત્રકારો જે કહે છે વચનાતં ઘન પુ અર્થાત્ “હંમેશાં લાભાન્તરાયના પશમને લીધે મળેલા સર્વપ્રકારના ધનને જિનમન્દિરાદિ ક્ષેત્રમાં વાવેજ જાય તેને શ્રાવક ગણવે.” આ બધી હકીક્ત ધ્યાનમાં લઈને યાત્રિકગણને નેતા પિતાના આત્માને મહાશ્રાવકપણુમાં કે શ્રાવકપણામાં દાખલ કરવા માટે સાત ક્ષેત્રની સતત આરાધના કરવારૂપ યાત્રા કરવા માટે પિતાના આત્માને તૈયાર કરે તેમાં આશ્ચર્ય નથી. સંસારસમુદ્રથી તરવાનાં સાધને કઈ ગતિમાં? દરેક સંસારી આત્મા અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કરતે અનંત પુલપરાવર્તેએ મનુષ્યભવ કે—જે ભવમાં મેક્ષ મેળવી શકાય છે. અર્થાત્ દેવ, તિર્યંચ કે નારકીની ગતિ કઈ કાલે મેક્ષ આપી શકી નથી, આપતી નથી, કે આપશે પણ નહિ. તેથી મનુષ્યભવને મેક્ષનું આદ્ય સાધન ગણી શાસ્ત્રકારે પણ વખાણે છે, તેવા મનુષ્યપણામાં આવેલે મનુષ્ય તરવાના સાધને મેળવ્યા સિવાય તરી શકતો નથી. જે કેવલ મનુષ્યપણામાત્રથી મોક્ષ મેળવી શકાતે હતા તે કયારને મોક્ષ મળે હોત, કારણ કે વ્યવહારરાશિમાં આવેલા દરેક જીવને અનંતી વખત મનુષ્યપણું મળી ચૂકયું છે. તે તેટલા બધા મનુષ્યપણાને પામનારે છતાં જીવ સંસારમાં રખડપટ્ટી જે કરે છે, તે જણાવે છે કે કેવલ મનુષ્યપણું એ મનુષ્યને તારનારી ચીજ નથી, પરંતુ જે મનુષ્યપણામાં તરવાની સામગ્રી પ્રાપ્ત કરી શકે છે તેઓજ મનુષ્યપણુ-દ્વારા તરી શકે છે. મનુષ્યપણું પ્રાપ્ત થયા પછી શાસ્ત્રકાર તરવાનાં સાધને આ પ્રમાણે જણાવે છે –
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy