SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક-૩ છે ત્યાગધર્મની મહત્તા છે (૨) [પૂજ્યપાદ, બહુશ્રત, ગીતાર્થ સાર્વભૌમ આગમેદારશ્રીએ તત્વદષ્ટિથી ત્યાગધર્મને મહિમા વિ. સં. ૧૯૮૯માં ટૂંકા નિબંધરૂપે લખેલ, જે યથાર્થ દષ્ટિથી તત્વ રૂચિવાળા છ માટે ખૂબ જ મનનીય હાઈ સુધારાવધારા સાથે અહીં જિજ્ઞાસુ જેના હિતાર્થે રજૂ કરાય છે. ત્યાગની સર્વોપરિ શ્રેષ્ઠતા સ્વભાવતઃ સિદ્ધ છે–પ્રસિદ્ધ છે, જગતભરમાં મચી રહેલા કલહમાં કારણભૂત ત્યાગને અભાવ, એટલે કે રાગ-દ્વેષને સદ્ભાવ છે. ચિત્ર-વિચિત્ર દુઃખના અંબાર એ વિવિધ પ્રકારના રાગઢષનાં સંભારણું છે. જ્યાં રાગ ત્યાં ભય નિશ્ચિત છે. ભર્તુહરિને અનુભવને અંતે કબુલ કરવું પડ્યું કે વાઘામામ્ વસ્તુતઃ પ્રાણીમાત્રને માટે ત્યાગ એ વિધિના લેખની જેમ લલાટે લખાયેલે જ છે, પણ ત્યાગ ત્યાગમાં ફરક છે ને! બલીહારી પ્રતિજ્ઞાથી સ્વીકારાયેલા–સહર્ષ અંગીકાર કરાયેલા ત્યાગની છે, મરણ કે વિયેગથી થતે ફરજીયાત ત્યાગ એ ત્યાગ નથી, કેમકે ત્યાંથી દુઃખના મૂળ-કારણભૂત રાગ ખચ્ચે નથી, ત્યાગ કરે પડે છે, પણ હૃદયમાં વચ્ચે નથી. જ્યારે હૃદયથી વધાવાયેલા ત્યાગમાં રાગના રામ રમી ગયા છે, અર્થાત્ રાગ રાખ [ભસ્મીભૂત થયે છે. રાગ ગયે એટલે રંગ ગયે, ત્યાગ આવ્ય, તંદુરસ્તી આવી. વિશુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ચાવી મળી, કહે કે આત્મ-રમણતાની અભિલાષા માત્ર ફળી ! આ. ૨-૩
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy