________________
૩૬
આગમત જીવ નિત્ય છે, કર્મને કર્તા છે, ભક્તા છે, મોક્ષ છે અને તેના ઉપાય છે. આ જાતની શ્રદ્ધારૂપ આસ્તિક લેવાનું છે.
આ પ્રશમ, સંવેગ, નિવેદાદિ લક્ષણનું પ્રગટપણું તે જ તેનું ચિન્હરૂપ લક્ષણ છે તે તત્વાર્થ શ્રદ્ધાનાત્મક સમ્યમ્ દર્શન છે.
આવા પ્રકારના લિંગે યુકત જે તત્ત્વાર્થ શ્રદ્ધાને તેનું નામ સમ્યગદર્શન હેઈ શકે, પરંતુ મુખેથી કહેવા પુરતું જ અહીં તત્વાર્થ શ્રદ્ધાન લેવાનું નથી.
અહીંથી હરિભદ્રસૂરિ પિતાને સ્વતંત્ર અભિપ્રાય પ્રગટ કરે છે. પ્રમાદિ સર્વલિંગોથી યુક્ત જે તત્વાર્થ શ્રદ્ધાન હોય તે તે નૈશ્ચયિક સમ્યકત્વ છે. મra mara ji gas “જે મુનિપણું છે તે જ સમ્યગ દર્શન છે. ઈત્યાદિ વચન વિષયવાળું અર્થાત્ કારક અને રેચક-દીપક ત્રણ સમ્યક્ત્વમાં જે અપ્રમત્ત ભાવનું કારક સમ્યક્ત્વ છે, તે જ વસ્તુતાએ નિશ્ચયિક સમ્યકત્વ છે. અને આસ્તિક્ય, અનુકંપાદિ પાંચ લિંગોમાંથી કોઈપણ એક લિંગ હોય તે તે વ્યવહારિક સમ્યફત્વ એટલે તે ચોથા-પાંચમા છઠ્ઠા ગુણસ્થાનક યંગ્ય સમ્યકત્વ છે.
ભાષ્યકાર મહર્ષિએ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યતા એ કમ રાખે છે છતાં ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ સહિતના રચતરંજગુરુ એમ કહીને પ્રથમ જે આસ્તિય રાખ્યું છે, તેનું કારણ એ છે કે આસ્તિક્યાદિલિંગે પ્રાયઃ પશ્ચાનુ પૂવ વડે જ ઉત્પન્ન થાય છે.
અર્થાત્ સર્વથી પ્રથમ આસ્તિકય હોય તે જ અનુકંપા હેઈ શકે, આસ્તિકય અને અનુકંપા હોય, તે જ નિર્વેદ હોઈ શકે. આસ્તિક, અનુકંપા અને નિર્વેદ હોય તે જ સંવેગ, ઘટી શકે.
આ વસ્તુ વિચાર કરતાં પણ ખ્યાલમાં આવે તેવી છે કારણ કે જ્યાં સુધી જીવ છે, નિત્ય છે, કર્મને કર્તા-ભોક્તા છે, મિક્ષ છે, તેના ઉપાય છે. આ છ વસ્તુના અસ્તિત્વ સંબંધી શ્રદ્ધાન ન થાય