________________
સાગરજી મ. મુનિશ્રી નિરૂપમસાગરજી મ. મુનિશ્રી રવીન્દ્રસાગરજી મ. બાલમુનિશ્રી પુણ્યશેખર સાગરજી મ. આદિ અનેક મહાનુભાવોના સહયોગના ફળરૂપે આ સંપાદન વ્યવસ્થિત થઈ શકયું છે,
યથાશકય જાગૃતિ રાખી પુ. આગમહારક આચાર્યદેવશ્રીના આશયવિરુદ્ધ કંઈ ન થાય તેની તકેદારી રાખવા છતાં છદ્મસ્થતાના કારણે જિનાજ્ઞા કે પરંપરા વિદ્ધ કઈ સંપાદન થવા પામ્યું હોય, તે તે બદલ ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ હાદિક મિથ્યા-દુષ્કત દેવા સાથે પુણ્યવાન તત્વચિવાળા જિજ્ઞાસુ મહાનુભાવે આ પ્રકાશનને જ્ઞાની-ગીતાર્થ ગુરુ ભગવતની નિશ્રાએ વાંચી-વિચારી અંતરંગ તત્ત્વદૃષ્ટિની સફળ કેળવણી કરી સંપાદકના અનુભવની જેમ પોતે પણ જિનશાસનની રસાસ્વાદ પૂર્વક સાળ આરાધનાને લાભ લેવા ભાગ્યશાળી બને, એજ મંગળ અભિલાષા...
વીર સં. ૨૫૦૧ વિ. સં. ૨૦૩૧ ભાદરવા વદ ૧૦
મંગળવાર જૈન ઉપાશ્રય ભટેવા પાર્શ્વનાથ તીર્થ મુ: ચાણસ્મા (ઉ. ગુ.)
નિવેદક શ્રી શ્રમણ સંઘ સેવક પૂ, ઉપાધ્યાય તપસ્વી ગુરુદેવ શ્રી ધર્મસાગર ગણિવર ચરણસેવક
અભયસાગર