________________
७४
આગમત આત્માને પણ સ્વભાવ રખડવાને છે અને તે રખડતે રખડતા આ માનવ ભવરૂપી આમ્ર વૃક્ષ ઉપર આવી ચઢ છે. હવે એ આમ્ર વૃક્ષ ઉપર આવી ચઢેલે જીવ પણ જે આતમ-સુખને અનુભવ ન લે તે તેને પણ કમભાગી જ લેખ કે બીજું કાંઈ?
માનવભવમાં સર્વજ્ઞ શાસનરૂપ આંબે આપણને મળે છે એ કેવળ આપણી ભવિતવ્યતાને પ્રતાપ છે, બીજું કાંઈ નથી!
હવે ભવિતવ્યતાને યેગે જે મળી ગયું છે, તેને જે આપણે સદુપયોગ ન કરી લઈએ તે આપણા જે મૂર્ખ બીજો કોણ? પહેલે ભવે આત્માએ એમ ધાર્યું ન હતું કે મને સર્વજ્ઞ શાસન મળે? મને જૈન કુળ મળે! અથવા મને ભગવાન મહાવીરનું શરણું મળે! છતાં ભવિતવ્યતાને ભેગે આપણે આંબે ચઢી આવ્યા છીએ ભવિતવ્યતાને જેને આપણે સ્થિતિ સુધરી છે અને આપણે ભાગ્યવેગે આ દશા પામ્યા છીએ હવે આપણે એને શે ઉપગ કરે? તે ખરેખર વિચારવાનું છે.
આ રીતે પ્રભુ ઋષભદેવ પરમાત્માના ગૃહસ્થાવસ્થાના પણ નિર્મળ સમ્યકત્વની વાતના પ્રસંગે મરૂદેવા માતાના પ્રસંગથી અકામ નિર્જરાનું સાપેક્ષ મહત્વ વિચાર્યું, પ્રાસંગિક ભવિતવ્યતાના બળે સારી સામગ્રી મળ્યા છતાં પણ એગ્ય પુરુષાર્થ ફેરવવા માટે પ્રભુ અષભદેવના ચારિત્ર ગ્રહણ અને તેની તૈયારીની વાત વિચારવી જરૂરી છે.
પ્રભુ રષભદેવની ચારિત્ર ગ્રહણની તયારીનું રહસ્ય
સૂત્ર અને પંચાંગીથી એ વાત તે સિદ્ધ જ થએલી છે કે આ અવસર્પિણીમાં પહેલવહેલે રાજ્યાભિષેક જે કેઈને પણ થયે હોય તે તે રાષભદેવજી મહારાજને જ થએલે છે. કારણકે