SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજ્યોત કુતરે લેહીને સમજે છે, પરંતુ તે વાત સમજ નથી કે આ સૂકા હાડકામાંથી લેહી શી રીતે નિકળે? હાડકું એ જડ પદાર્થ છે. તેને તમે ચુર કરી નાખે, તેને ભુકે કરી નાખે, તેને ગમે તેમ પછાડે-ઝી કે તે પણ તેમાંથી લોહીને છાંટેએ બહાર આવતા નથી તેમ મિથ્યાષ્ટિપણાથી જીવ જડ પદાર્થમાં સુખ છે જ નહિ એ વાત પેલા કુતરાની જેમ સમજતો નથી, હૈયાકુટા કુતરાને એ વાતને ખ્યાલ નથી કે આ તે મારૂં જ જાય છે અને દશ ટીંપા જાય છે, ત્યારે તેમાંથી માત્ર ત્રણ-ચાર ટીંપા જ પાછા આવે છે! - જયાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી કુતરાની દશાને પામેલા આ જીવને પણ ખ્યાલ નથી જ કે મારા પિતાને જ ભેદ થાય છે અને તેમાંથી જ ઘણા થડા ભાગનું સુખ મને મળે છે. કુતરાને લેહ પર મોહ છે, તેજ પ્રમાણે આ આત્માને પણ પૌગલિક સુખે ઉપર મોહ છે, તેથી જ તેના આત્માને ભેદ થઈને તેને લેશમાત્ર સુખ મળે છે, એ લેશમાત્ર સુખ પણ એવું તે નથી જ કે તે બારે માસ ચાલુ જ રહે, એ સુખ પણ ક્ષણિક છે, ક્ષણમાત્રમાં ફેરવાઈ જવાના સ્વભાવવાળું છે. આટલું છતાં પણ જ્યાં સુધી અંદગી ફરતી નથી અને આત્માને નવી જીંદગી મળતી નથી ત્યાં સુધી એ વાત તેના ખ્યાલમાં પણ આવતી જ નથી! આ જીવમાં જ્યાં સુધી મિથ્યા દષ્ટિને વાસ છે અને એ મિથ્યાષ્ટિપણું ટળે નહિ ત્યાં સુધી પગલિક વસ્તુઓથી થતું સુખ એ સાચું સુખ નથી એ વાતને તેને ખ્યાલ જ આવતું નથી. તે મિથ્યાષ્ટિ જીવ એમજ માનતે રહે છે કે પૌગલિક પદાર્થોના સંગથી થતા સુખે એ જ સાચા સુખે હેઈ તેમાં મારે હિરસ છે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy