SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત તે યુક્તિથી બાહ્ય અને અસંભવિત પદાર્થ માનવે તે અંધશ્રદ્ધાવાળા સિવાય બીજાને શોભે જ નહી. સંખ્યાવાળું દાન છતાં મહાદાન કેમ? વાચક વર્ગને એ શંકા જરૂર થશે કે અસંખ્યાત ઋદ્ધિ નહિહવાથી, દાતારને અસંખ્યાત કાળનું દાન નહિ હોવાથી, અસંખ્યાતી ઋદ્ધિનું સ્થાન દાતાર કે યાચક બનેમાંથી એકે નહીં હોવાથી, તેમજ યાચકની સંખ્યા સંખ્યાતાની જ છે, પણ અસંખ્યાતાની નથી, તેથી અસંખ્યાતાનું દાન ભલે અસંભવિત થાય, પરંતુ ભગવાન જિનેશ્વરનું દાન થોડી સંખ્યાવાળું અને થોડા ટાઈમનું છે એ ચોક્કસ છે; તે. પછી તેવા દાનને મહાદાન કેમ કહી શકાય? શું કઈ મનુષ્ય આખો દિવસ તીર્થકર જેવું દાન આપે અને એકથી વધારે વર્ષ સુધી અખંડિત પણ આપે તે શું મહાદાન ન થાય? અપેક્ષાએ તીર્થકરનું અ૫દાન ન ગણાય વળી તીર્થકર મહારાજા એક પહેરે એક કેડને આઠ લાખ સેનિયા આપે છે તે અપેક્ષાએ કોઈ વધારે આપે છે તે મહાદાન કેમ ન ગણાય? તે કરતાં વળી એ વધારે વિચારવાનું છે કે જિનેશ્વર મહારાજાઓને તે માત્ર એક વર્ષ સુધીજ દાન દેવાનું છે અને વર્ષ પછી સર્વ સાવઘને ત્યાગ કરી પ્રત્રજિત થવાનું છે, અને પ્રવૃજિત અવસ્થામાં એ દ્રવ્યનું દાન બનવાનું નથી. એ ચોક્કસ છે તે પછી વર્ષ કરતાં અધિક મુદત સુધી અને દરરોજ એક કરોડ ને આઠ લાખ સેનૈયા કરતાં વધારે અગર તેવી જ રીતે આખો દિવસ દાન દેનારે કઈ હેય તે તેના દાનને મહાદાન કહેવું પડે, તે અપેક્ષાએ તીર્થકર મહારાજાઓનું દાન તે અલ્પદાન ગણાય, આવું સુજ્ઞ વાચક વૃંદ મનમાં લાવવું નહીં, કારણ કે- |
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy