SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ સુરત ૧ળું ભગવાન ઋષભદેવજીનું બુદ્ધિ બળ, અને પરાક્રમ એટલું બધું ગૃહસ્થપણામાં ફેરવાતું હતું કે જેથી તે અત્તરાયને ઉદયમાં આવવાને વખત મળે નહી અર્થાત ગૃહસ્થપણામાં પાર્જિત વસ્તુને ઉપભોગ હોવાથી તેમાં તે અન્તરાય કર્મ વચમાં ઉદયે ન આવી શકે, પણ સાધુપણું લીધા પછી બીજાનું દીધેલું જ જ્યાં મેળવવાનું હેય ત્યાં અન્તરાયને ઉદયમાં આવવું તે ઘણું જ સહેલું થઈ પડે, શું તીર્થકર મહારાજાએ અવધિજ્ઞાનના સતત ઉપયોગી હોય છે? કેટલાક મહાનુભાવ તીર્થકર ભગવાનની સ્તુતિ કરતાં તેમના જીવનની સ્થિતિને વખાણતાં એમ કહેતા હોય છે કે-તીર્થકરનું જીવન ફક્ત જ્ઞાન જીવન જ હોય છે. તેથી તેઓ એમ જણાવવા માગે છે કે તીર્થકરો દરેક સમયે પિતાને પ્રાપ્ત થએલા અવધિજ્ઞાનને ઉપયોગ કરનારા જ હોય છે, પણ આ તેમનું કથન જૈનશાસને સાંભળનારે અને સમજનારો વર્ગ કદાપિ માની શકે તેમ નથી. જો કે તીર્થકર ભગવાનેને ગર્ભથી આરંભીને કેવલજ્ઞાનની ઉત્પત્તિ સુધી ત્રણ જ્ઞાન હોય છે, એમ માનવામાં જૈન જનતાને કેઈપણ મનુષ્ય આનાકાની કરી શકે તેમ નથી, પણ તેની સાથે એટલું તો ચોક્કસ છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શનની માફક મતિ-શ્રત અને અવધિ તે સતત ઉપયોગવાળી ચીજ નથી, એને ઉત્કૃષ્ટ ઉપગકાલ અન્તર્મુહૂર્તથી વધારે હોય નહીં, અર્થાત્ અન્તર્મુહૂર્તના ઉપગ પછી તે જ્ઞાનેને અનુપગ કાળ હોય છે, વળી ભગવાન મહાવીર મહારાજાનું ચરિત્ર જાણનારાઓ સમજી શકે છે કે દેવાનંદાને શેક, માતા ત્રિશલા અને સિદ્ધાર્થ
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy