________________
છ વર્ષમારાશિને નમઃ પ્રકાશક તરફથી
allincu GDC
સકલ શ્રીસંઘ સમક્ષ તાત્વિક વ્યાખ્યાને અને બાબતના નિશિષ્ઠ સંગ્રહ સ્વરૂપ પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રી ની ઉચ્ચકોટિની વિદ્વત્તા અને તવાહિતાને પરિચય કરાવનાર શ્રી આગમોતનું આઠમું પુસ્તક રજુ કરતાં અસીમ આનંદને અનુભવ થઈ રહ્યો છે.
વિ સં. ૨૦૧માં અમારા સદભાગ્યે – પૂ. ગચ્છાધિપતિ શ્રી આચાર્યદેવશ્રીની નિશ્રામાં પૂ. પં. શ્રી સૂર્યોદય સાગરજી મ.સા.ની પ્રેરણાથી પૂ આગમોઢારક આચાર્યદેવશ્રી ના સર્વ મુખી પ્રતિભાશક્તિથી રચાયેલ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી સાહિત્યને પ્રકાશિત કરવાના શુભ આશયથી આ ગ્રંથમાલાને જન્મ થયા અને આના કાર્યવાહક તરીકે પૂ. આગમ દ્વારકાને વિશિષ્ટ સાહિત્યને જિજ્ઞાસુ જનતા સમક્ષ ઉપસ્થિત કરવાનું અનન્ય સાધારણ સૌભાગ્ય અને મળ્યું, તે અમારા અહોભાગ્યની વાત છે.
પૂ. ગચ્છાધિપતિશ્રીની દેખરેખ તળે આજ સુધીમાં ગ્રંથમાલાએ બાવન પ્રકાશના વિદ્વાનો સમક્ષ રજુ કર્યા છે.
તે સહુમાં આબાલવૃદ્ધ સહુને પ્રભુશાસનની વિશિષ્ટતા સમજાવી તાવિક ભૂમિકાનું ઘડતર કરનાર પ્રસ્તુત પ્રકાશન સૌથી વધુ આગવી વિશિષ્ટતા ધરાવનાર છે.
અમારા આ પ્રકાશનના કાર્યમાં પૂ. શ્રીગચ્છાધિપતિશ્રીની અસીમ કૃપા રહી છે
તે ઉપરાંત પૂ. આગમ દ્વારકશ્રીના તાત્વિક વ્યાખ્યાનના થેકડે– થેકડાઓ શાસન સંરક્ષક તપસ્વીરત્ન પ્ર. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ના શિષ્ય પૂ. પં. અભયસાગરજી મ. ગણીને સોપેલ.
તેઓએ પણ કચરામાંથી સેનું જડે તેમ આગમોતનું સંપાદન કરવાની જવાબદારી પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાને સહર્ષ સ્વીકારી પિતાની અનેક પ્રવૃત્તિઓ છતાં ઉઠાવી છે, અને ભગીરથ પ્રયત્ન-પુરુષાર્થ દ્વારા