SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત સંકેત છે. છતાં શું સમજુ મનુષ્ય તે ભવિતવ્યતાને આધાર લઈને દરિયામાં ડૂબી જાય ખરો? કહેવું પડશે કે ભવિતવ્યતાને વેગે દરિયામાં ડુબેલે કદી કોઈક આકસ્મિક-સંજોગે બચી જાય, તે પણ તે બચવાને ભરેસે રાખી શકાય જ નહિ, તે પછી ભવિતવ્યતાને જોરે કદાચિત સૂક્ષ્મ-નિગદમાંથી બાદર-નિગેદપણું કે બાદર–પૃથ્વીકાયાદિપણું મળી જાય, તે તે પણ તે ભવિતવ્યતાને ભરોસે ન રખાય તે સ્વાભાવિક છે. વળી જેમ અગ્નિએ સળગેલા મકાનમાંથી ભવિતવ્યતાને જેરે સેંકડે બે – કે - પાંચ આદમી બચી પણ જાય, તે પણ વિચક્ષણ પુરૂષ સેંકડે બે – પાંચ બચી ગયેલાના ભરોસે આગમાં ઝંપલાવતો નથી. તેમજ આગથી નિર્ભય પણ બનતું નથી. તે પછી અહીં તે સેંકડે બે પાંચ નહિ, હજારે બે પાંચ નહિ, લાખેએ બે – પાંચ નહિ, ક્રોડેએ બે – પાંચ નહિ, અસંખ્યાતાએ બે-પાંચ નહિ, પણ માત્ર અનંતાએ બે-પાંચના નિયમ પ્રમાણે તે નહિ, પરંતુ કોઈક જ વખત કેઈક અનંતાના ઢગલામાંથી કેઈક એક, બે, પાંચ માત્ર બહાર નિકળે તેમાં જે ભવિતવ્યતા કારણ છે. તે ભવિતવ્યતાને આધાર શી રીતે રાખવો? મિઠેએ ધ્યાન રાખવાની જરૂર છે કે આ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યપણમાં તમે વર્તે છે, તેથી તમે તે સ્વતંત્રતાવાળા અને સ્વાધીન છે અને એ સ્વતંત્રતા અને સ્વાધીનતાને ઉપયોગ રત્નત્રયીની આરાધના અને તત્વત્રયીની સેવામાં ન કર્યો તે દિવસની પાછળ જેમ રાત્રિ લાગેલી જ છે, તેવી રીતે વેડફી દેવાતી સ્વતંત્રતા પછી તે નિમેદની ભવિતવ્યતાને જ વારે છે, અને તે ભવિતવ્યતાની કેવી મુશ્કેલી છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy