________________
-
પુસ્તક ૧-લું
૮ તદ્રવચનસેવા –જગતમાં રોગી મનુષ્ય એકલા વૈદ્યના સમાગમથી આરોગ્યને મેળવી શકતા નથી.
પરંતુ જેઓ વૈદ્યના કથન પ્રમાણે ઔષધ, પથ્ય અને વર્તનમાં નિયમિત રહીને પ્રવૃત્તિ કરે છે, તેઓ વર્તમાનકાલમાં આરોગ્ય મેળવવા સાથે ભવિષ્યના આરોગ્યને ધારવા લાયક બને છે.
તેવી રીતે સદ્દગુરૂના સમાગમ માત્રથી જેનું કલ્યાણ બની શકતું નથી, પરંતુ સદ્દગુરૂએ આપેલા સંસારથી તરવાના ઉપદેશને અમલ કરવાથી જ સંસારરૂપી સમુદ્રથી તરવાનું થાય છે, માટે છેલ્લી પ્રાર્થનામાં સદ્ગુરૂના વચનની સેવાની પ્રાર્થનાને સ્થાન આપેલું છે.
ઉપર જણાવેલ આઠ પ્રાર્થના કે જેને પ્રાર્થનાટક કહી શકીએ. એવી પ્રાર્થનામાં જૈનસંઘ પ્રતિદિન અનેક વખત લીન થઈને પ્રવર્તલે હેય છે, તેથી તે જૈનસંધને યોગ્ય-રીતિવાળી પ્રાર્થનાના સાચા અધિકારી કહેવામાં કોઈ પણ જાતની બાધા નથી, અને તેથી જ તે પ્રાર્થનાષ્ટકને જણાવનાર સૂત્રને શાસ્ત્રકારોએ પ્રાર્થનાપ્રણિધાન સૂત્ર કહેલ છે.
ઉપર જણાવેલ પ્રાર્થનાષ્ટક શ્રી લલિતવિસ્તરા અને પંચાશકસૂત્રમાં જેવી રીતે જણાવવામાં આવ્યું છે, તેવી રીતે ચિત્યવંદન–બહદુર્ભાગ્ય વગેરેમાં પણ જણાવવામાં આવ્યું છે, પરંતુ તેમાં નીચેની ચાર પ્રાર્થનાઓ વધારે જણાવવામાં આવી છે.
૧ દુઃખલય ૨ કર્મક્ષય ૩ સમાધિમરણ ૪ બેધિલાભ.
આ નવી જણાવેલી ચાર પ્રાર્થનાઓ પૂર્વની આઠ પ્રાર્થનાઓથી જેમ જુદી પડે છે, તેમ તેના હેતુ પણ જુદા પડે છે.
પહેલાં જણાવેલ પ્રાર્થનાષ્ટકમાં માત્ર ભગવાનના પ્રભાવને હેતુ તરીકે જણાવવામાં આવ્યા છે.
આ. ૧-૨