________________
પુસ્તક ૧-લું
સમસ્ત ચૈત્ય અને સમસ્ત મુનિઓ કે જે સ્થાવર અને જંગમતીર્થરૂપ છે, તેઓને વંદન કરવાની ક્રિયાને વંરે અને પ્રાતઃ (અમિ) એવા પ્રયોગથી તત્કાળને એટલે વર્તમાનકાળને ઉદેશીને નમનરૂપનું પ્રણિધાન કરવામાં આવે છે, અર્થાત્ કઈ પણ ચિત્ય કે કઈ પણ મુનિવંદન કરનારના પ્રણિધાન (ત્રિકરણ મેગની શુદ્ધ પરિણતિ)માંથી શેષ ન રહી જાય, યાવત્ જે કંઈપણ ચૈત્ય અને મુનિએ જગતમાં કે પંદર કમભૂમિમાં વિદ્યમાન છે, તે સર્વને એક વરૂપે વંદન કરવા માટે બે પ્રણિધાન સૂત્રો છે, - જ્યારે ત્રીજું પ્રણિધાન સૂત્ર કે જેને પ્રાર્થનાવાળું હેવાથી પ્રાર્થના-પ્રણિધાનસૂત્ર કહેવામાં આવે છે, તેમાં નીચેની વસ્તુઓ વર્તમાન જન્મમાં તે શું ? પરંતુ મોક્ષની પ્રાપ્તિ થવા પહેલાંના દરેક ભવમાં અને તે પણ અખંડિતરૂપે મલવાની પ્રાર્થના જણાવનારૂં છે, તેથી તેને પ્રાર્થના-પ્રણિધાનસૂત્ર કહેવામાં આવે છે.
વાચકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આખે જનસંઘ પ્રાર્થના-પ્રણિધાનને માનનારે હેવાથી પ્રાર્થનાના સાચા અધિકારી તરીકે જેને ગણાય તે આશ્ચર્યભૂત નથી.
પરંતુ અન્ય મતવાળાઓની માફક આ જૈનસંઘ પાપકર્મની કે માત્ર કરેલા પાપની માફી માગવામાં જ પ્રાર્થનાની સફળતા ગણવાવાળો નથી.
કિન્તુ પાપની ઉત્પત્તિ થાય નહિ, થયેલા પાપોનું નાશ કરવાનું બની શકે અને ભવિષ્યમાં પણ પાપની પ્રવૃત્તિથી દૂર રહેવાનું બને તેવા કારણે અને સંજોગોને આધીન થવા સાથે તેવી જ સામગ્રી એની પ્રાર્થનાને પ્રાર્થના-પ્રણિધાન તરીકે માન્ય કરવાવાળે છે.
આ જણાવેલ પ્રાર્થનામય એવા પ્રાર્થના-પ્રણિધાનનું યથાસ્થિત પણું નીચે જણાવેલી પ્રાર્થનામાં માંગેલા પદાર્થોને વિચારવાથી સુજ્ઞ મનુષ્યને સહેજે સમજાશે.