________________
પુસ્તક ૩-જી
નકલ કિંમતી ચીજની થાય છે. જેમ ચીજ વધારે મૂકવાળી હોય, તેમ તેની નકલે બજારમાં વધારે થવાની. નકલ કરનારા એવા અક્કલ વગરના નથી હોતા કે સામાન્ય ચીજોની નકલ કરવાની માથાકૂટમાં પડે.
“જેની નકલ વધારે તે ચીજ વધારે કિંમતી” આટલી વાત ધ્યાનમાં લેશે તે “ધર્મો ઘણા દેખાય છે. એ જાણી કંટાળો નહિ આવે પણ એ વાત મનમાં બરાબર કસશે કે ધર્મ એ ચીજ અતિ કિંમતી છે.
વળી શાક લેવામાં ભૂલે તે દિવસ બગડે. વસ્ત્રાલંકાર લેવામાં ભૂલ તે માસ કે વર્ષ બગડે. આ પરણવામાં ભૂલે તે જન્મ બગડે. પણુ-ધર્મ અંગીકાર કરવામાં ભૂલે તે ભવ બગડે.
ધર્મ અતિ મૂલ્યવાન છે માટે તેની નકલે પારાવાર છે. અકકલા ધરાવનાર મનુષ્ય ધર્મના વધારે ફાંટા દેખી મૂંઝાય નહિ, અકળાય નહિ. ધર્મ અતિ કિંમતી હાઈ ફાંટાઓ સાહજિક અને પરમ આવશ્યક છે.
સાચે જ એ વાત પણ હૃદયમાં બરાબર ઠસાવે કે જે મૂંઝાઈ જાય તે ધર્મને લાયક નથી. ચલણી સિક્કા કે નેટની બનાવટે થયા કરે છે, પણ તેથી કોઈ મુંઝાઈને તેને વ્યવહાર બંધ કરતું નથી. કેમકે સૌને એની જરૂરિયાત છે.
એમ કિમતી એવા ધર્મની પાછળ નકલને ડર તે રહેવાને જ! અલબત્ત એની તપાસ રહે, પકડાય તેના પર કેસ ચાલે, એ બધું ખરું, પણ કહેવાનો મતલબ એ છે કે બનાવટી સિકકા કે નેટ થવા છતાં લેક સિક્કા અને નેટનો વ્યવહાર અટકાવતા નથી, પણ નાણું જોઈ તપાસીને, ખણણણ ખખડાવીને લે છે, સોનું વગેરે કસ વગેરેથી ચોક્કસ તપાસીને લે છે.
આ. ૩-૫