________________
એ સકળ જીવ હિતકારી છે
આગમોની મહત્તા I
अधयारे महाघोरे, दीवो ताण सरीरिण।
एवमण्णाणतामिस्से, भीमणम्मि जिणागमो॥ ભાવાર્થ –અત્યંત ગાઢ અંધકારમાં જેમ દવે પ્રાણીઓને રક્ષક છે, તેમ અજ્ઞાનના ગાઢ અંધકારમાં જિનાગમે અત્યંત ઉપયોગી છે.
સકલ જેની જનતાને આ વાત તે ધ્યાનમાં જ છે કે જેનશાસનનું મુખ્ય ધ્યેય મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ નથી.
જે કે અન્યમતવાળાએ પણ જેનાથી ઉન્નતિ અને મોક્ષની સિદ્ધિ થાય તેને ધર્મ કહે છે, અને જૈનશાસકારો પણ તેજ પ્રમાણે મેક્ષ અને વર્ગની સિદ્ધિને કરનાર એટલે સ્વર્ગ અને અપવર્ગને દેનાર ધર્મ છે, એમ કહી ધર્મના સ્વર્ગ અને મોક્ષ બંને ફળ જણાવે છે, છતાં જેનશાસકારે સ્વર્ગને ઉદ્દેશ તરીકે નહિં જણાવતાં ખેતીમાં પરાળ થાય તેની માફક માત્ર આનુષંગિક જણાવેલ છે, એટલું જ નહિ પરંતુ જિનેશ્વર મહારાજના કોઈપણ શારામાં દેવપણું, ઇંદ્રપણું, ચકીપણું કે રાજાપણા વિગેરે માટે ધર્મક્રિયા કરવાનું જણાવાયું નથી,
જે કે શુદ્ધધર્મના આચરણથી દેવપણું વિગેરે થાય છે, અને શાસકારો પણ તપ-સંયમથી દેવતાપણું, સમ્યકત્વથી વૈમાનિકપણું એક દિવસના ચારિત્રથી પણ વૈમાનિકપણું, ઉપશમણિમાં કાલ કરવાથી લવસમમ દેવપરું વિગેરે જણાવી ધર્મનું ફળ સવર્ગ છે એમ જણાવે છે,
તેમ શ્રી જિનેશ્વર મહારાજની પૂજા, સામાયિક, પૌષધ અને શ્રાવકપણાથી પણ દેવપણું થવાનું જણાવે છે, પરંતુ તે બધા