SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ આગમત આ સ્થાને એક વાત જરૂર વિચારવા જેવી છે કે આ અષ્ટમંગલને આકાર માત્ર પૂજાના સાધનરૂપ છે અને તેથી સ્થાને સ્થાને તેનું આલેખન કરવાનું જણાવવામાં આવેલ છે, પરંતુ મંગલની અધિકતા ગણીને તેની ઉપર પુષ્પ વિખેરવામાં આવે તે તેટલા માત્રથી તે અષ્ટમંગલનું સાધનપણું મટી સાધ્યપણું શું થઈ જતું નથી? અષ્ટમંગલના આલેખનમાં ચોખા અને તાંડુ () વિગેરે સાધનને ઉપયોગ કરવાનું ઉપર જણાવવામાં આવ્યું છે. તેથી અષ્ટમંગલને અભિષેકાદિના વિષયમાં ન લઈ શકાય તે સ્વાભાવિક છે, પરંતુ તે ચેખા આદિના અષ્ટમંગલના ઉપર ફૂલે વિખેરી તે રૂપ પૂજા કરવામાં આવે તેમાં કંઈ આશ્ચર્ય નથી! અષ્ટમંગલિકને ક્રમ જે અષ્ટમંગલનું આલેખન ઉપર જણાવવામાં આવ્યું છે. તે અષ્ટમંગલને ક્રમ શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ આ પ્રમાણે જણાવે છે, ૧દર્પણ, ૨ ભદ્રાસન, ૩ વર્ધમાન, ૪ શ્રીવત્સ, ૫મસ્યયુગ, ૬ પૂર્ણકલશ, ૭ સ્વસ્તિક, ૮ નંદાવર્ત, ઉપર પ્રમાણે જણાવેલા આઠ મંગલમાં દર્પણને પદાર્થ તરીકે મંગલ ગણવામાં આવ્યું નથી પરંતુ દર્પણના આકારને અષ્ટમંગલના પદાર્થ તરીકે ગણવામાં આવ્યું છે. અને આ દર્પણના આકારની પેઠે બીજા આગળ કહેવામાં આવશે તેવા મત્સ્યયુગલ આદિ મંગલ પણ પદાર્થ તરીકે મંગલરૂપ નથી, પરંતુ તેના આકારો જ મંગલરૂપ છે. સામાન્ય સમજણને ધરાવનાર મનુષ્ય પણ સમજી શકે છે કે ડાબા કે જમણા અંગૂઠે રહેલા જવના આકારે જ મનુષ્યની ભાગ્યવત્તાને સૂચવનાર છે. પરંતુ અંગૂઠે ચડી દીધેલા જ ભાગ્યવત્તાને સૂચવનાર નથી. એટલે જેમ સામુદ્રિકની અપેક્ષાએ અંગૂઠામાં રહેલાં જવેના આકારે મંગલ તરીકે ગણાય છે. વળી મસ્યાનું ચિન્હ ભાગ્યશાળીઓના હાથ ઉપર હોય છે તેવું સામુદ્રિક શાસ્ત્રમાં નિશ્ચિત
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy