________________
આગમત ત્રણ પદે જેના મોઢામાંથી નીકળે અને ભાગ્યશાળીને સાંભળવામાં આવે અને તેને ઉત્કૃષ્ટ કૃતજ્ઞાની બનાવે.તે ગણધર નામકર્મવાળા અનંત ગુણવાળા હોય, તેઓને વિશિષ્ટ ક્ષયે પશમ હાય, ઉત્કટ શ્રુતજ્ઞાન હોય. જિનવાણીનું મહત્વ
આ રીતે તીર્થનું સ્થાપન, પ્રવૃત્તિ, તે તીર્થકરનું મેટું જરૂરી કાર્ય. તીર્થનું સ્થાપન, ચતુર્વિધ સંઘની સ્થાપના, ચૌદ પૂર્વે, અંગેનું રચવું–થવું તે જિનની વાણું ઉપર આધાર રાખે. જ્યાં સુધી વાણી ન હોય ત્યાં સુધી ગણધર થવાને વખત નથી. - જિનેશ્વરની વાણી એજ ગણધર પદવીનું તિલક, શાસનનું મૂળ વાણી ન હોય તે ગણધર થવાને, ચૌદ પૂર્વે કે બાર અંગ થવાને વખત નથી. જિનેશ્વરની વાણીને લીધે બધો વખત આવ્યે. દિગબરની માન્યતા
જિનેશ્વરની વાણીને માનનારા આપણે છીએ, નાગા હોય તે ન માને. દિગંબરની માન્યતા છે કે જિનેશ્વર વાણી બોલતા નથી. જિનેશ્વરના મેંઢામાંથી ઇવનિ નિકળે છે. સવાર પૂરવાવાળું હાર્મો નીયમ હોય તે સ્વર પૂરે જાય. તેમ માત્ર તીર્થકરોને ધ્વનિ હોય તે ધ્વનિને ફક્ત ગણધરો સમજે. ગણધર જગતને સમજાવે.
આ જગો પર ગણધરવાણી કહેવી કે જિનવાણી કહેવી?કહેવું શું? વાણ જ નથી તે જિનવાણી કહેવી શી રીતે? ગણધરે ત્રણ શબ્દથી પ્રતિબોધ પામીને રચના કરે. તે પછી ભગવાન અનુજ્ઞા કરે, પછી પણ ભગવાન પર પહેર દેશના કર્યું જ જાય.
પ્રભુના મુખથી નિકળેલી વાણી માનનારને દિવસના પહેલા પહેરે, અને છેલ્લા પહોરે દેશના માનવાની અપેક્ષાએ જિન આગમ માનવાને હક્ક છે. જેઓ આવી વાણી માનતા નથી, તેમને એ આગમ માનવાને હક નથી. તેમના મતે તે જિનેશ્વરે કશાની પ્રરૂપણા કરી નથી. તેમને તે ગણધરની પ્રામાણિકતાને આધારે માનવાનું.