________________
પુસ્તક ૧-લું
પરંતુ ભાગ્યશાળી છને વિચાર, સાધન, અને પાત્ર આ ત્રણેને સંગ મળી જાય છે.'
સુપાત્ર દાનના મુખ્ય ફલ તરીકે મોક્ષની પ્રાપ્તિ આગળ જણાવી છે, તેથી અનન્તરપણે સુપાત્ર દાનનું ફળ જણાવતાં કહે છે કે
સુપાત્ર દાનને દેવાવાળો મનુષ્ય બીજા ભવમાં રગ રહિત થાય અને મનને ઈષ્ટ એવા વૈભવને માલિક થાય, યાવત્ દેવકાની સંપદાને ભેગવવાવાળો થાય.”
“સુપાત્ર દાન દઈને કેટલાક જીવે છે તે દાનના પ્રતાપે તે જ ભવમાં મોક્ષે ગયા છે, અને કેટલાકે દેવતા અને મનુષ્યના સુખે જોગવીને સુપાત્ર દાનને પ્રભાવે મોક્ષે ગયા છે.'
આટલું કહીને સુપાત્ર દાનને દેવાવાળાને થતા ફાયદામાં અમરસેન અને વાયરસેનનું દષ્ટાન્ત દઈ વિશેષ ફળવાળું દાન જણાવતાં કહે છે કે
વિહાર કરનારા, ગ્લાન થયેલા, આગમ ગ્રહણ કરનારા, વેચ કરનારા, અને ઉત્તર પારણાવાળામાં દેવાતું દાન ઘણા જ ફળવાળું થાય છે.”
દાની પુરુષોને પૂજ્ય મલધારીજીના બે બોલ,
દાતા પુરુષને ધ્યાનમાં રાખવા માટે માલધારીજી મહારાજ જણાવે છે કે
જે શરીરથી જુદું રહેલું અને વારંવાર આવક-જાવક કરવાવાળું એવું ધન છે. તેને પાત્રમાં સ્થાપન કરવાથી નિત્ય અને અંતરંગ એ જે ધર્મ થાય છે, તે પછી ધનનું કયું ફલ બાકી રહ્યું ?