SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોત કંઈપણ કરવામાં આવે છે, તે માત્ર આત્માના ગુણેને રોકનાર વિદનેને દૂર કરી આત્માના તે ગુણેને પ્રગટ કરવા માટે હોય છે. અર્થાત્ જેમ વાદળના પડેલે ખસી જવાથી સૂર્યને સ્વાભાવિક પ્રકાશ બહાર આવે છે, તેમાં વાદળનું ખસવું એ સૂર્યના પ્રકાશને કરનાર નથી. સૂર્યના પ્રકાશને તે કરનાર સૂર્ય જ છે, પરંતુ તે વાદળના પડલને અંગે તે સૂર્યને પ્રકાશ જગતમાં દેખાતે હેતે. તેવી રીતે દરેક આત્મામાં સ્વાભાવિક રીતે અનન્ત એવું જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ વિગેરે રહેલાં છે, પરંતુ તેને પ્રગટ થવામાં કર્મરૂપી પડેલે આડાં છે, અને તે કમ–પડલે જ્યારે ખસી જાય ત્યારે આત્માના તે અનન્તજ્ઞાનાદિક ગુણે આપોઆપ પ્રગટ થાય છે. યાદ રાખવું કે પારાની સાથે મળેલું તેનું સુવર્ણરૂપે નાશ પામેલું નથી, તેમ અગ્નિના સંગે પારે ઊડી જવાથી દેખાતું સોનું નવું પણ ઉત્પન્ન થતું નથી, પરંતુ સોનાના સ્વરૂપને ઢાંકી દેનાર એ પારો અગ્નિના સગથી ઊડી જાય છે, તેવી રીતે અહીં પણ નાશ પામતા કર્મરૂપી આવરણે આત્માના જ્ઞાનાદિક ગુણે નવા ઉપજાવતા નથી, પરંતુ તેને આવરનારા કર્મો ખસી જવાથી અવરાયેલા જ્ઞાનાદિક ગુણે પ્રગટ થાય છે. " આ વાત જ્યારે સમજવામાં આવશે ત્યારે જૈનશાસ્ત્રકારોએ આત્માના ગુણેને અંગે કહેલા ક્ષાયિક, ક્ષાપશમિક અને ઔપશ મિક ભાવની સમજણ પડશે. આત્માના ગુણે ઉત્પન્ન થતા નથી, પણ પ્રગટ થાય છે. ધ્યાન રાખવું કે કંઈપણ આત્માને ગુણ જે ન ઉત્પન્ન થત હોત તે ઔત્તિક નામને છઠ્ઠો ભાવ માન પડે, પરંતુ ભાવના પાંચ પ્રકાર ગણીએ છીએ.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy