SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૦ : રામાયણની રત્નપ્રભા સંસારવાસમાં શેકીને તમે મને સુખી કરી શકશે ? તમને પણ હું શું સુખ આર્પી શકીશ ?' મુકેશલે ચિત્રમાલાની સામે જોયું. અત્યારસુધી મૌન રહીને સાંભળી રહેલા રાજષિએ મધુર વાણીમાં ચિત્રમાલાને કહ્યું: - હે ભાગ્યવંતી ! સુકોશલના કોયાભાગમાં તમારે સાથ આપવા જોઇએ. પરમાત્મા જિનેશ્વરદેવના શાસનને સમજેલા આત્માનું એ જ કબ હોય.' બસ, હવે ચિત્રમાલાને કઈ મેાલવાનુ` સુઝયું નહિ. તેણે મહર્ષિ'ને અંજલિ જોડીને તેઓશ્રીનુ વચન સ્વીકારી લીધું. મત્રવર્ગે પણુ મૌન રહીને પોતાની અનુમતિ પ્રદર્શિત કરી. એકઠા થયેલા હજારો નરનારીએ તે પોતાના લાડિલા યુવાન મહારાજાને ચારિત્ર લેવા તૈયાર થયેલા જોઇ ચેાધાર આંસુએ રડી રહ્યાં. મહારાજા સુકાશલે ત્યાં સહુને જીવનના મહાન કર્તવ્યને સમજાવ્યું આત્મતત્ત્વની ઓળખ કરાવી, તેને કર્માંનાં બધનાથી મુક્ત કરવાની પ્રેરણા આપી. ત્યાં જ ગસ્થ રાજ્યાભિષેક કરીને, મહારાજા સુકેશલે કીતિધર પાસે સયમ સ્વીકારી લીધું. પુત્રનેા રાષિ દીક્ષાના સમાચાર વાયુવેગે સહદેવીને મળી ગયા. તે ધરણી પર ઢળી પડી. દાસીએએ શિતળ જલને છંટકાવ કરીને વાયુના વીંઝણા ઢાળીને તેને સભાન કરી પરંતું તેના કલ્પાંત મંદ ન પડવો. ક્ષણે-ક્ષણે દિવસે-દિવસે અને મહિને-મહિને કલ્પાંત વેદના વધતી ચાલી, ચિત્રમાલાએ ઘણું ઘણું આશ્વાસન આપ્યું, પરંતુ નિષ્ફળ...મ ત્રીમ’ડળે વારંવાર સમજુતી કરી....પરંતુ નિરાશા......એ ઝુરતી જ રહી....ઝુરતી જ રહી. તેણે ખાવાનું ત્યજી દીધું', ન્હાવાનું યજી દીધું, કરવાનું ત્યજી દીધું...કયારેક તે રાગાકુલ બનીપુત્ર સુકાશલને યાદ કરતી હૈયાફાટ રૂદન કરવા લાગી...કચારેક દ્વેષ-પ્રચંડ ખેતી... અંગેઅંગમાંથી સુક્રોશલ પર અગ્નિ વર્ષાં કરવા લાગી.. ચારેક પાગલ જેવી બની અટ્ટહાસ્ય કરવા લાગી... તન-મનની શક્તિ ક્ષીણ થઇ ગઇ. એક દિવસે...સધ્યાના સમયે સહદેવીના આત્મા માનવદેહને ત્યજી ગયા... રાગ અને દ્વેષની રમતમાં તેણે માનવ દગીના જુગાર ખેયેા... માનવજીદગી તે હારી ગઇ...જુગાર ખેલવાની અક્રુરી તમન્નાઓને લઇ તે એક ગિરિગુફામાં પહોંચી ગઈ...વાણુના પેટે વાધણ તરીકે અવતરી. અહીં તેને રાગદ્વેષની રમત ખેલવાનુ મોટું ક્ષેત્ર મળી ગયું....અમર્યાદ ક્ષેત્ર મળી ગયું ! બીજી બાજુ-પિતા પુત્રને રાગ-દ્વેષ પર વિજય મેળવી લેવાનું વિશાળ ક્ષેત્ર મળી ગયું ! નિમમ અને નિષ્કષાય અની પિતા-પુત્ર પૃથ્વી પટને પાવન કરી રહ્યા. વીતરાગતાને વરવા માટે તેમણે ધરખમ પુરુષા આર્યાં. તનને તપશ્ચર્યાંમાં રોકી મનને ધ્યાનમાં પરાવી દીધું. અયેાધ્યાના રાજેશ્વા જોતા બતાવી રહ્યા. ધરાતલના યાગીશ્વરા બનીને ભારતને નિવૃત્તિમાગ ની ચાતુર્માસના કાળ નિકટ આવતા હતા. રાષિ સુકાશલને આત્મા ભવ્ય સાધના કરવા ઉછાળા મારી રહ્યો હતા. તેમણે યાગીશ્વર કીર્તિ ધરનાં ચરણોમાં વંદના કરી અંજલિ જોડી પ્રાથના કરી. પ્રભુ ! ચાતુર્માંસના કાળ નિકટ આવી રહ્યો છે.... હા, મુનિ ! ' કીતિર્ મહાયાગીએ સુકાશલની આંખામાં ચમકતુ તેજ જોયુ. પ્રભુ, આપણે, કાષ્ટ ગિરિકામાં જઇએ... પ્રાસુક જગાએ ચારે માસ જ પરમાત્મધ્યાનમાં રહીએ....જો આપ કૃપાળુતી...' ‘મુનિ ! તમાશ મનેરથ સુદર છે.' મહામુનિએ સુકેાશલ મહાત્માની ભાવનાને વેગ આપ્યું. તેા આપણે એવી કાઇ ગિરિ-ગુફા તરફ વિહાર કરીએ.’. પિતા-પુત્રની કેવી અદ્ભુત જોડી ! એક સાધના ભાગ | એક સાધના–વિચાર ! એક તમન્ના.... એક જ આ.
SR No.539237
Book TitleKalyan 1963 09 Ank 07
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy