SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ રાવણ સરખા રાજાનું પણ નથી રહ્યું અભિમાન : નારી તીક્ષ્ણ કૃપાણ શ્રી લક ઉત્તર ગુજરાતના એક ગામમાં બની ગયેલી સત્ય ઘટના અહિં શબ્દદેહ પામે છે. સારી સંખ્યા ધરાવતા શ્રાવકોની વસતિવાળા આ ગામમાં ૬૩ વર્ષ પૂર્વે ખની ગયેલી ઘટના સ્હેજપણ અતિશયેાકિત વિના અહિં લેખક દ્વારા પોતાની આગવી વિશિષ્ટ શૈલીમાં ‘કલ્યાણ' માટે રજૂ થાય છે. આ કથાની મૂળ વસ્તુ એ છે કે, એક અતિપવિત્ર મહાત્મા, સાધનાપ ંથે ચઢતાં પ્રમાદના કારણે કેવુ કરૂણ પતન પામે છે; તે હકીકતના પૂર્વાર્ધમાં આ પ્રકરણ જૈતાની તે કાલે જીવદયા માટે તેમજ જીવરક્ષા માટે કેટલી કાળજી હતી તે દર્શાવે છે. ફકત ૧૭ વષઁની ઉગતી થયે લેખકના આ કથા આલેખવાને પ્રથમ પ્રયાસ છે, છતાં તેઓની શૈલી અને લેખિની લેખક માટે આશાસ્પદ લેખક તરીકેની પ્રતીતિ કરાવી જાય છે, ‘કલ્યાણ' માટે તેએ નિયમિત કથા માકલતા રહેશે! આ કથાને વિશેષ ભાગ આગામી કે પ્રસિદ્ધ થશે. વિક્રમ સંવત ૧૯૫૬ની સાલ. એ સાલમાં કારમા દુકાળ પડયા હતા. લાકે અન્નજળ વગર ટળવળતા હતા. પૃથ્વી સંતપ્ત હતી. વર્ષાઋતુનુ પ્રથમ ચરણ ચાલતુ હતુ, છતાંય નીરનું એક ખુદ પણ વરસ્યું ન હતું. આકાશમાં શુભ્ર વાદળીએ દેખાતી હતી •અને પવનને ઝપાટે ચાલી જતી હતી, આકાશમાં જલથી ભરેલી કાજલઘેરી ઘનઘટાને બદલે ધૂળના વાદળના ગોટે ગોટા ઊંચે ચડતા હતા. જે સમયે સમગ્ર પૃથ્વી લીલીકુ ંજાર શસ્ત્રશ્યામલા થઇ જતી હતી, શીતલ થઈ જતી હતી તે સમયે જ્યાં દૃષ્ટિ નાખીએ ત્યાં સૂકા ભુ ખેતરા નજરે આવતા હતા. ....કાળી કાળી મટાડી અપેારે અગારા જેવી તપતી હતી. મધરાતના પવન પણ ઠંડા લાગતા ન હતા. ગામનું તળાવ પણ લગભગ સૂકાઇ ગયું । હતું. એના એક ભાગમાં થડુ પાણી હતું. એમાં શહસ્રશઃ જલજંતુએ તરફડતા હતાં. નાના નાના દેડકા હતા. મોટા મોટા કાચમા હતા. અમ્બે હાથ લાંખા માછલાં હતાં. ગામના જૈનાને એમના તરફડાટ જોયા ન ગયા. એમણે તળાવના એક ભાગમાં મેટા હાજ બનાવડાવ્યેા. કૂવાના નીરથી એને ભરાવી નાંખ્યા-દીધા. બધા જલજંતુએ એમા મૂકાવી દીધા. સવારે અને સાંજે એ હોજમાં પાણી ભરાવતા હતા. આ પરગામના માથાભારે ઠાકરડાની નિર્દોષ જલ-જીવા ઉપર નજર બગડી. એ લાકે હાજમાંથી માછલાં પકડી જવા લાગ્યા. નાને આ વાતની ખબર પડતાં એમણે જલ–જીવાની રક્ષા માટે એ ચાર ચાકીદારોને હાજ ઉપર રાખ્યા....પરંતુ....ઠાકરડાએ તા ચાકીદારને પણ મારી મારી માછલા પકડી જવા લાગ્યાં. જૈનાએ એ લેાકાને સમજાવ્યા, પણ એ
SR No.539237
Book TitleKalyan 1963 09 Ank 07
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy