SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તથા મહારાષ્ટ્ર રાજ્યે આ પ્રસંગે એક સુવનીર સાહિત્ય અક મદ્ગાર પાડેલ. તેમાં ૪૦ પાનાની જાહેર ખબર હતી, તેની કુલ આવક ૧ ક્રોડ ૧૪ લાખ ૬ હજારની થયેલી ને ક્રીકેટ મેચની ટીકીટાની કુલ આવક ૫ ક્રોડ ૨૦ લાખની થયેલી. એકંદરે કેવલ સીને સ્ટારના આકર્ષણ પાછળ મુબઇની પ્રજાએ ૭ ક્રોડ રૂા. ખરચ્યા. જે દેશમાં દેશના રક્ષણુ માટે પણ કાળા કરવા પાછળ પ્રજાને સીનેસ્ટારના ક્રીકેટ જલસાએ ગોઠવીને લલચાવવી પડે છે, તે જ કહી આપે છે કે, દેશની પ્રજાનું ચારિત્રધન, સ ંસ્કારધન, કેટલુ' વિનાશના કિનારે આવી રહ્યું છે. જે દેશના સત્તાધીશાને દેશના સરક્ષણુ ફાળામાં જોઇતા નાણાં બીજી રીતે ન મળતા પ્રજાના સીને સ્ટારાનાં પ્રદર્શનના નાદને પ`પાળવા દ્વારા પેદા કરવાની સ્થિતિમાં મૂકાવું પડે છે, તે . દેશની નીતિ તથા ચારિત્ર્યની કિંમતી મૂડી કેવાં એખમમાં મૂકાઇ ગઇ છે? તે ખાધ આ પરથી મલે છે. ગરીખ ને દીનદુઃખીયાને ભૂખ્યાતરસ્યાને એક પાઇ પણ નહિ માપનારા અરે તેના તિરસ્કાર કરનારા આ રીતે સીને સ્ટારાનાં આકષ ણુને વશ થઈ સીને સ્ટારાનાં દર્શન ખાતર તેમના હાથે રમાતી ક્રિકેટને જોવા ખાતર ક્રડા રૂા. ખરચી નાંખે છે, આ દાન શું નૈતિક કહેવાય? ના, આ ધાન કે નૈતિક દાન નથી. પ કેવલ માજ-શોખ પાછળનુ દાન છે. આજે આ રીતે દાન ઉઘરાવવાના પવન દેશની ચામરે ફેલાયા છે. કાઈ કેળવણી સંસ્થાને કે તખીખી સંસ્થાને પ્રજા પાસેથી પૈસા લેવા હાય તે પ્રજા સીધી રીતે તે તે સંસ્થાઓને પૈસા ન આપે, પણ જો કોઇ સીનેમાના શે। રાખવામાં આવે, નાટકના શે ગેઠવવામાં આવે તેા ટપોટપ હજારા રૂા. ની અરે! લાખ્ખા રૂા. ની ત્યાં આવક થાય છે! આને શું કહેવુ? શું કેળવી ચા તબીબી સહાયના પ્રેમ કે વિલાસના શેખ ? ખરેખર વિલાસ, નાચ, નખરા તથા માજ-શેખ પ્રત્યે જનતાની અભિરૂચિ એટલી હદે બેફામ રીતે વધતી જ રહી છે, કે તેની પાસેથી પૈસા કલ્યાણ ; આગસ્ટ ૧૯૬૩ : પ૨૭ કઢાવવા માટે પણ તેને એ સાધને આપે તા જ તે સામાજિક તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં દાન દેવા તૈયાર થાય છે. પણ આ હકીકત ભારત જે તપ, ત્યાગ, સંયમ, અને ચારિત્ર તેમજ સંસ્કાર ધનની પવિત્રતામાં જ મહત્તા માનનાર દેશ છે, તેને માટે ભારે ચિંતાને વિષય છે. પણ આજે આ કહેવુ કોને? ખરેખર આભ ફાટે ત્યાં થીગડું કયાં દેવું? જેવી પરિસ્થિતિ આજે ચામેર સજાઇ રહી છે. આમાંથી જેટલે અંશે ડહાપણપૂર્વક તથા સમજણપૂર્વક પાછા વળાય તેટલે અંશે લાભ છે, તેમાં જ દેશ તથા સમાજનું, ઘર તથા કુટુંબનુ શ્રેય છે. બાકી સાધન શુધ્ધ ન હોય તે સાધ્યની શુદ્ધિ કઇ રીતે સભવી શકે? ૭ તાજેતરમાં શ્રી શ ંખેશ્વરજીતીમાં યાત્રાવેરો લેવાનુ ગ્રામ પંચાયતે ઠરાવેલ છે, તેમ સમાચાર આવ્યા છે. કોંગ્રેસ સરકાર સત્તા પર આવ્યા પછી લેાકશાહીની વ્યાખ્યા જાણે બદલાઈ ગઈ છે. પ્રજાના મૂળભૂત અધિકાર પર તરાપ માંડવા દિન-પ્રતિદિન નવા ને નવા કાયદાએ તે લેાકશાહીના નામે તેમજ પ્રજાના કલ્યાણના નામે બહાર પાડી રહી છે. મુંડકા વેરા જેવા પ્રજાના ધાર્મિક સ્થલા પર નખાતા આવા વેરાઓને સહુ કાઇએ તેમાં જૈન કે જૈનેતર ભારતીય સ ંસ્કૃતિમાં માનનાર પ્રત્યેક પ્રજાજને વિધ કરવેાજ જોઇએ. ભારતના મંધારણમાં દર્શાવેલ ધામિક સ્વાતંત્ર્ય તથા વ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકા। પર તરાપ મારનાર આવે. કોઇ રીતે ચલાવી લેવાય નહિ. કેવલ ૧૦૦ ઘરના ગામમાં જ્યાં આવતા —જતાં યાત્રિક વર્ગની ઉદારતાથી તથા તેની સહાયથી ગામની શૈભા તેમજ સમૃદ્ધિ છે. તેવુ શ ંખેશ્વર ગામ; તેની પંચાયતના એડમીની સ્ટ્રેટર તા. ૧૯-૯-૬૩ ના જાહેર નોટીસ દ્વારા તા. ૧૯–૮–૬૩થી શંખેશ્વરજીમાં આવતા યાત્રાળુઓ પર યાત્રાવેરા લેવાના નિય કરે તે ખરેખર સસ્કૃતિ તથા ભારતીય પ્રજા પરને અત્યાચાર જ કહી શકાય. ૧૨ વર્ષોંની ઉપરના
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy